ભારતને મોટો ઝટકો લાગ્યો છે. રશિયા પાસેથી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની શિપમેંટની ડિલીવરી રદ્દ થવાને કારણે ભારતે હવે બમણી કિંમતે ચૂકવણી કરવાની નોબત આવી છે. ગેલ ઇન્ડિયા લિમિટેડે ઑક્ટોબરથી નવેમ્બરની વચ્ચે ડિલીવરી માટે અનેક લિક્વિફાઇડ નેચરલ ગેસના કાર્ગો ખરીદ્યા છે.
News Detail
આ કારણસર મોંઘવારી દર વધ્યો
નેચરલ ગેસની કિંમતમાં આવેલા ઉછાળા બાદ અનેક દેશોમાં ઔદ્યોગિક કામગીરી પ્રભાવિત થઇ હતી. ઉચ્ચ ઇંધણ ખર્ચને કારણે ઓગસ્ટમાં ભારતમાં રિટેલ ફુગાવો પણ વધ્યો હતો, જે એકવાર ફરીથી સાત ટકાના આંકડા પર પહોંચ્યો હતો. નેચરલ ગેસને લઇને કરાયેલી વધુ ચૂકવણી પર ગેલ ઇન્ડિયા તરફથી હજુ કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
શા માટે મુશ્કેલી વધી?
ભારત પહેલા Gazporn PJSCની પૂર્વ ટ્રેડિંગ યુનિટ પાસેથી ગેસ ખરીદી રહ્યું હતું પરંતુ આ વર્ષની શરૂઆતમાં જર્મનીએ તેનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. તેને કારણે ભારતને હવે ગેસની સપ્લાયમાં પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. Gazporm ગેસની સપ્લાય ન કરવાને કારણે કોન્ટ્રાક્ટ અનુસાર હવે દંડ ચૂકવી રહી છે. નોંધનીય છે કે ગેલ કંપનીએ સિંગાપોરમાં Gazpormના માર્કેટિંગ વિભાગ સાથે 2018માં ડિસ્કાઉન્ટેડ રેટ્સ પર 20 વર્ષ માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. તે એકમ ટેકનિકલ રીતે Gazporm જર્મનિયા GMBHનો હિસ્સો હતો. એપ્રિલમાં જર્મનીના નિયામકે તેને સીઝ કર્યું હતું. ત્યારબાદ કંપનીનું નામ બદલીને સિક્યોરિંગ એનર્જી ફોર યુરોપ જીએમબીએચ કરાયું હતું. નવી કંપની હવે રશિયાના યમલ પેનુસુલાથી ફ્યૂલ પ્રાપ્ત કરવા માટે સક્ષમ નથી. જેને કારણે કંપની પાસે હવે ભારતને સપ્લાય કરવા માટે પર્યાપ્ત ગેસનો પુરવઠો નથી. કંપની હવે કોન્ટ્રાક્ટ અનુસાર ગેલને દંડ ચૂકવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.