ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવા માટે આજે ગુજરાતમાં માલધારીઓએ દૂધનું વિતરણ બંધ રાખ્યું છે
News Detail
આજે મોટી સંખ્યામાં માલધારીઓ નાવડી ઓવારા પહોંચીને દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. દૂધ હડતાલને રાજ્યભરમાં સાર્થક કરવાનો પ્રયાસ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં પણ માલધારીઓએ વિરોધ કર્યો હતો. માલધારીઓ દ્વારા ઠેર ઠેર વિરોધનો શૂર ઉઠી રહ્યો છે. માલધારીઓની માંગ છે કે તેઓને ગોચરની જમીન આપવામાં આવે
માલધારીઓએ કહ્યું હતું કે આજે દૂધનું એક ટીપું પણ કોઈપણ ડેરીમાં આપવામાં આવશે નહીં તો દૂધ કેવી રીતે ઉત્પાદન થશે અને જો દૂધ ઉત્પાદન થશે તો તે ભેળસેળ યુક્ત હશે. વધુમાં તેમણે કહ્યું કે આજે સુરતની તાપી નદીમાં દૂધ ઢોળીને તાપી નદીનો અભિષેક કર્યો હતો. સમગ્ર સુરતમાંથી માલધારીઓએ અંદાજે 2000 લીટર દૂધ નદીમાં ઢોળ્યું હતું.
આ ઉપરાંત રાજકોટમાં પણ માલધારીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ અમદાવાદ હાઇવે પર સોખડા ચોકડી નજીક માલધારીઓ દ્વારા દૂધ હાઇવે પર જ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દૂધ વિતરણ સદંતર બંધ રાખવામાં આવ્યું છે. રાજકોટની તમામ ડેરીઓ પર દૂધનું વિતરણ પણ બંધ રાખવામાં આવ્યું હતું. માલધારીઓ તમામ લોકોને પોતાની સાથે આવવા આહવાન પણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.