વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક એક ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા આખેખાખી ટ્રક મુદ્દામાલ સાથે બળીને સ્વાહા થઈ જવા ગઈ છે. જો, કે. આ ઘટનામાં ટ્રકના ચાલકે સમય સૂચકતા વાપરતાં તેનો બચાવ થયો છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના નાસીકથી ખાંડ ભરીને સૂરત તરફ આવી રહેલ ટ્રક વહેલી સવારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક પહોંચી હતી. ત્યારે અચાનક ટ્રકમાં કોઈ યાંત્રીક ખાંમી સર્જાતા ટ્રકમાં નાની સરખી આગ લાગી હતી. જે જોતા ટ્રકના ડ્રાઈવરે ટ્રકને રસ્તામાં જ થોભાવી બહાર નીકળી ગયો હતો. જો કે આગનું છમકલું તે બાદ વિકરાળ આગમાં ફેરવાયું હતું. ટ્રક આગની ચપેટમાં આવી ગયા બાદ આખી ટ્રક ભડભડ સળગી ઉઠતા તેમાં રહેલા ખાંડ નો જથ્થો પણ સ્વાહા થયો હતો. બનાવને પગલે ફાયરને જાણ કરી હતી. ફાયરની ટીમ બનાવ સ્થળે આવે એ પહેલા આખી ટ્રક બળીને ભષ્મિભૂત થઈ ગઈ હતી. ઘટનાને લઈ હાઈવે પર બન્ને તરફ ટ્રાફીકજામના દ્રશ્યો દ્રશ્યમાન થયા હતા. આ તરફ ફાયરની ટીમેં સ્થળ પર પહોંચી ક્રેનની મદદથી બળી ગયેલ ટ્રકને એક બાજુએ ખસેડ્યા બાદ પુનઃ હાઈવે પર ટ્રાફીક યથાવત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.