પોરબંદર જીલ્લામાં વાહન ચેકીંગ કરી કાયદેસરની કાર્યવાહી કરતી પોલીસ .

વાહનચાલકો સામે પગલા પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન થાય તેમજ નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી પોરબંદર જિલ્લા સૈનીની સુચના મુજબ વાહન ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક છે. માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્યમાર્ગ ઉપર પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા અસરકારક વાહન ચેકીંગ કરી પોરબંદર પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ બ્લેક ફિલ્મના કેસ-૧, ફેન્સી નંબર પ્લેટના કેસ-૧૦, પી.યુ.સી.ના કેસ ૩, સેલફોનના કેસ-૪, ત્રણ સવારી કેસ- પોલીસ અધિક્ષક ડો. રવિમોહન, સીલ્ટબેલ્ટના કેસ-૩ અન્ય કેસ -૪ મળી કુલ પાવતી-૩૨ અને કુલ દંડ રૂપિયા ૧૨૦૦૦ કરવામાં આવેલ.

News Detail

પોરબંદર શહેર અને જીલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ૩૨ ચાલકો દંડાયા છે. જેમાં ફ્રેન્સી નંબર પ્લેટ, સીટ બેલ્ટ, ચાલુ ડ્રાઈવીંગે મોબાઈલ પર વાત કરનારા શખ્સો સામે ઝુંબેશ યોજાઈ હતી.
વાહનચાલકો સામે પગલા પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન થાય તેમજ નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી પોરબંદર જિલ્લા સૈનીની સુચના મુજબ વાહન ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક છે. માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્યમાર્ગ ઉપર પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા અસરકારક વાહન ચેકીંગ કરી પોરબંદર પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ બ્લેક ફિલ્મના કેસ-૧, ફેન્સી નંબર પ્લેટના કેસ-૧૦, પી.યુ.સી.ના કેસ ૩, સેલફોનના કેસ-૪, ત્રણ સવારી કેસ- પોલીસ અધિક્ષક ડો. રવિમોહન, સીલ્ટબેલ્ટના કેસ-૩ અન્ય કેસ -૪ મળી કુલ પાવતી-૩૨ અને કુલ દંડ રૂપિયા ૧૨૦૦૦ કરવામાં આવેલ.
પોરબંદરના ઝુરીબાગ શેરી નં ૫ માં રહેતા વિવેક દેવજી જુંગીને રામધુન મંદીર સામે રોડ ઉપરથી વ્હીસ્કીની બે બોટલ સહિત ૭૫૦ ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.તે ઉપરાંત ખારવાવાડ મિઠી મસ્જીદ પાછળ રહેતા સુનીલ કાનજી સોનેરીને બે લીટર દારૂ સાથે પકડી લેવાયો છે. આદિત્યાણા બાયપાસ રોડ ઉપર રહેતા નરેશ હીરા લીંબોલાને ૧૦૦ રૂપિયાના દારૂ સાથે પકડી લીધા બાદ આ દારૂ આપનાર અમરા કરમણ મોરી સામે પણ ગુન્હો દાખલ થયો છે. નવાકુંભારવાડાના અલ્પેશ લખમણ વાઘેલા, ઓડદરના નાગબાઈ સીમ વિસ્તારના માલદે અરજન ઓડેદરા સામે પણ ફરીયાદ દાખલ થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.