રાજકોટમાં ફરી જુગારની મોસમ જામી. રાજકોટના પરાપીપળીયામાં જુગાર રમતા ૧૫ શખ્શો પોલીસ ટીમ દ્વારા ઝડપાયા હતા જેમની પાસેથી કુલ ૧,૫૩,૮૦૦નો મુ્દામાલ કબ્જે કર્યો છે. મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા પરાપીપડીયા ગામે ધોડીપાસાના જુગારધામ પર દરોડો પાડયો હતો. રાજકોટના પરાપીપળીયા ગામમાં ચાલતા ઘોડીપાસાના જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજા અને પીઆઈ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડી 15 શકુનીઓને ઝડપી લીધા છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.1,53,800 કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે. ડીસીબીએ દરોડો પાડી જુગાર રમતા અશોક મનું હરિયાણી, મોહસીન મહમદ હુસૈન પઠાણ, ગફાર નુરામહમદ સુમરા, હરેશ ભગતરામ ભખતીયાપૂરી, હાર્દિક હરેશ સોલંકી, પાલા કારા રાવડિયા, તનવીર રફીક શિશાંગિયા મેમણ, અસ્લમ મહમદ કલર, જગદીશ દેવજી સોલંકી, જેનુલ મુસા માનોરિયા મેમણ, સુનીલ લાલવાણી ભાનુશાળી, દિનેશ પ્રેમજી પરમાર, અશ્વિન પ્રેમજી ગોહિલ, પ્રકાશ રમેશ જાદવ અને મોહસીન સલીમ મોટાણી સહિતના જુગારીઓને દબોચી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે 15 શકુનિઓને દબોચી લઈ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.1,53,800ની મત્તા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.