ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : શું ચૂંટણી વહેલી યોજાઈ શકે છે ?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ અંગે સસ્પેન્સ યથાવત છે ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી વહેલી યોજાઈ શકે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. આ પહેલા એવી ચર્ચા થઇ રહી હતી કે વિધાનસભાની ચૂંટણી આ વર્ષ અંતે એટલે કે ડિસેમ્બરમાં યોજાઈ શકે છે જો કે હવે અનુમાન લગાવાઈ રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર પહેલા પણ યોજાઈ શકે છે. સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાઈ શકે છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ અંગે હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જો કે ચૂંટણી પંચ દ્વારા આજે એક પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચૂંટણીની તારીખના સંકેત મળી શકે છે. આ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા આણંદમાં એક નિવેદનમાં તર્ક લગાવીને કહ્યું હતું કે ચૂંટણી નવેમ્બર મહિનામાં યોજાઈ શકે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અંગે માહોલ જોતા સી.આર પાટીલે અંદાજ લગાવ્યો છે કે ચૂંટણી નવેમ્બરમાં યોજાશે. આ ચૂંટણી નવેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં યોજાઈ શકે છે. સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પહેલા કે બીજા અઠવાડિયામાં યોજાતી હોય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ અંગે હજુ પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી જો કે એક અંદાજ પ્રમાણે ચૂંટણી દિવાળીની આસપાસ કાર્યક્રમ જાહેર થઇ શકે છે. આ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે નવેમ્બર મહિનામાં તો ચૂંટણી પુરી થઇ જશે એવું લાગી રહ્યું છે. તેમને કહ્યું હતું કે ગત ચૂંટણી 2012 અને 2017 ડિસેમ્બરની 12 તારીખે ચૂંટણી યોજાઈ હતી જો કે આ વખતે ચૂંટણી વહેલી આવી જાય તેવા સંકેત આપ્યા હતા જો કે તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની તૈયારીને લઈને આ અંદાજ લગાવમાં આવી રહ્યો છે.

ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા જણાવ્મા આવ્યું હતું કે જે  રીતે ગુજરાતમાં ચૂંટણી પંચના અધિકારીઓ તૈયારી કરી રહ્યા છે તે મુજબ પોલિટિકલ અંદાજ પ્રમાણે ગુજરાતમાં ચૂંટણી વહેલી આવવાની સંભાવના કહી હતી. આ અંગે તેમને સ્પષ્ટતા પણ કરી હતી કે મારે કોઈની સાથે વાતચીત પણ થઇ ન હતી. વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી પંચની ટીમ ગઈકાલે ગાંધીનગર ખાતે પહોંચી હતી. રાજ્યના ચૂંટણી અધિકારો અને કલેકટર સાથે ચૂંટણી અંગે ચર્ચા તેમજ સમીક્ષા કરી હતી. ગુજરાતમાં આવતા મહિનાની 23 કે પછી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ શકે છે. હજુ સુધી ચૂંટણી અંગે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.