નવા મહિનાની શરૂઆતને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોંઘવારી ફરીથી તહેવારોની મજા બગાડે તેવી શક્યતા છે. 1 ઑક્ટોબરથી ફરીથી સામાન્ય જનતાને મોંઘવારીનો આંચકો લાગશે. ઑક્ટોબરની શરૂઆતથી જ CNGથી લઇને PNG સુધીની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે.
News Detail
કિંમતનો ટ્રેન્ડ
1 એપ્રિલ, 2022ના રોજ નેચરલ ગેસની કિંમતો વધારીને 6.10 ડોલર પ્રતિ એમએમબીટીયુ કરવામાં આવી હતી. પરંતુ 1 ઓક્ટોબર, 2022થી તેને વધારીને 9 ડૉલર પ્રતિ એમએમબીટીયુ સુધી કરવામાં આવી શકે છે. એટલે કે સીધા જ કિંમતોમાં 50 ટકા સુધી વધારો સંભવ છે. એપ્રિલમાં કિંમતોમાં બમણો વધારો થયો હતો. તદુપરાંત સરકાર ઊંડાણ ધરાવતા ક્ષેત્રોમાંથી બહાર કઢાતા નેચરલ ગેસની કિંમતો પણ 9.92 ડોલર પ્રતિ એમએમબીટીયુથી વધારીને 12 ડૉલર પ્રતિ એમએમબીટીયૂ કરી શકે છે.
ગેસની કિંમતમાં વધારા બાદ રસોઇથી માંડીને વીજદર તેમજ ટ્રાન્સપોર્ટ પર થતા ખર્ચમાં વધારો થશે. રશિયા-યુક્રેન યુદ્વને કારણે સતત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નેચરલ ગેસની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે દર છ મહિનામાં સરકાર નેચરલ ગેસની કિંમતની સમીક્ષા કરે છે. આ સાથે જ હવે નેચરલ ગેસની કિંમતમાં વધારો થવાને કારણે દેશમાં ફરીથી મોંઘવારી વધશે. બીજી તરફ RBI પણ મોંઘવારીને અંકુશમાં રાખવા માટે રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. RBI અત્યારે દેશના આર્થિક વૃદ્વિદર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વધુ પ્રતિબદ્વ જણાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.