આ ચેકીંગ દરમિયાન સાત મુસાફરો ટીકીટ લીધા વગર જ મુસાફરી કરતા પકડાયા હતા તેમની પાસેથી 770 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સીટી બસને કામોમાં ક્ષતિ પહોંચાડવા બદલ શ્રી રાજ સિક્યુરિટી સર્વિસને 500 રૂપિયાની પેનલ્ટી લગાડવામાં આવી હતી. રાજકોટ મહાનગર દ્વારા લગભગ 47 રૂટ પર અંદાજે 95 જેટલી સીટી બસ શહેરના જુદા જુદા વિસ્તારમાં દોડી રહી છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સીટી બસોમાં ચેકીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે ઘણી વખત કંડકટર અને ડ્રાઈવરની બેદરકારી સામે આવે છે. આ ડ્રાઈવર અને કંડકટર પર આકરા પગલાં લેવામાં આવે છે અને તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. સીટી બસમાં ગત તારીખ 19 થી 25 દરમિયાન અચાનક ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ફરજમાં અનિયમિતતા અને ગેરરીતિ ઝડપાઇ હતી જેને પગલે 13 જેટલા કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સીટી બસના ઓપરેટર શ્રી મારુતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી હતી તેમજ અલ્ટ્રા મોડલને કામોમાં ક્ષતિ પહોંચાડવા બદલ 8500ની પેનલ્ટી ફટાકરવામાં આવી હતી. મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ એક અઠવાડિયામાં કુલ 1,79,875 લોકોએ મુસાફરીનો લાભ લીધો હતો. નોંધનીય છે કે રાજકોટમાં તહેવારોના સમયે સીટી બસમાં લોકોની ભીડ રહે છે તેમજ મહિનાના દર રવિવારે મહિલાઓ અને દીકરીઓને મુસાફરી ફ્રી હોય છે. હાલ સીટી બસમાં સિનિયર સીટીઝન માટે 50 ટકા રાહત આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.