ઓનલાઈન પેમેન્ટ એટલે કે UPI ફ્રી છે પરંતુ એટીએમ (ATM) માંથી રૂપિયા ઉપાડવા માટે હવે તમારે પહેલા કરતા વધુ ચાર્જ ચૂકવવો પડશે.
News Detail
પહેલા બેંકના નિયમો વિશે જાણીએ
SBI ATM Charge
જો તમે મેટ્રો શહેરોમાં કાર્ડનો ઉપયોગ કરો છો, તો અહીં મફત વ્યવહારોની સંખ્યા 3 સુધી મર્યાદિત છે. મફત મર્યાદાથી વધુ ઉપયોગ માટે બેંક દરેક રોકડ ઉપાડ માટે 10 રૂપિયા ચાર્જ કરે છે. જો તમે અન્ય બેંકના એટીએમ પર વ્યવહાર કરો છો તો SBI 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી લે છે. આ સિવાય ગ્રાહક પાસેથી GST પણ વસૂલવામાં આવે છે.
PNB ATM Charge
જો તમે મેટ્રો શહેરોમાં કાર્ડનો ઉપયોગ કરો છો, તો અહીં મફત વ્યવહારોની સંખ્યા 5 સુધી મર્યાદિત છે. મફત મર્યાદાથી વધુ ઉપયોગ માટે બેંક દરેક રોકડ ઉપાડ માટે 10 રૂપિયા ચાર્જ કરે છે. જો તમે અન્ય બેંકના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરો છો, તો મેટ્રો શહેરોમાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો સિટીમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનનો નિયમ છે.
પ્રતિ ટ્રાન્જેક્શનની રકમ
આપને જણાવી દઈએ કે છ મેટ્રો શહેરોમાં બેંકના એટીએમમાંથી પ્રથમ 3 ટ્રાન્ઝેક્શન બિલકુલ ફ્રી છે. આ છ શહેરો મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદ છે. આમાં ફાઇનેન્શિયલ અને નોન-ફાઇનેન્શિયલ ટ્રાન્જેક્શન બંનેનો સમાવેશ થાય છે. જ્યારે નોન-મેટ્રો શહેરોમાં એટીએમમાંથી 5 વખત સુધી રૂપિયા ઉપાડી શકાશે. નિર્ધારિત મર્યાદા પછી મેટ્રો શહેરોમાં ફાઇનેન્શિયલ ટ્રાન્જેક્શન માટે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 8.50 રૂપિયા ફાઇનેન્શિયલ ટ્રાન્જેક્શન તરીકે ચૂકવવા પડતા હતા. જે હવે વધારીને 21 રૂપિયા કરવામાં આવ્યા છે. એટીએમ મશીન લગાવવા અને જાળવણી સાથે સંકળાયેલા ખર્ચને કારણે ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આવી રીતે આ ચાર્જને બચાવો
જો તમે આ ચાર્જની ઝંઝટમાંથી બહાર આવવા માંગતા હો, તો તમે ICICI બેંક વેલ્થ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો કારણ કે આ એકાઉન્ટમાં તમારે ડેબિટ કાર્ડની વાર્ષિક ફી ચૂકવવાની રહેશે નહીં અને જો તમે ICICI બેંકના ATMમાંથી રૂપિયા ઉપાડશો તો તમારી પાસેથી ચાર્જ પણ વસૂલવામાં નહીં આવે. જોકે જો તમે અન્ય બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડો છો, તો તમારે આ ફી ચૂકવવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.