Business Idea: નોકરીની સાથે શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, ફક્ત 15 મિનિટનો સમય કાઢી કમાવી શકો છો લાખો રૂપિયા

વધતી જતી મોંઘવારી વચ્ચે લોકો હવે નોકરી સિવાય એક્સ્ટ્રા ઈનકમ (Extra income) ની શોધમાં છે

News Detail

વધતી જતી મોંઘવારી વચ્ચે લોકો હવે નોકરી સિવાય એક્સ્ટ્રા ઈનકમ (Extra income) ની શોધમાં છે. હકીકતમાં આજકાલ મિડલ ક્લાસના પરિવારો માટે પગારથી પરિવાર ચલાવવાનો મોટો પડકાર છે. જો તમે પણ તમારી નોકરી સાથે વધારાના રૂપિયા કમાવવા માંગતા હોવ તો આજે અમે તમારા માટે શાનદાર કમાણી કરવાના આઈડિયા (earning ideas) લઈને આવ્યા છીએ. અહીંથી તમે દર મહિને મોટી કમાણી કરી શકો છો.

બિઝનેસ આઈડિયા

આ બિઝનેસની સૌથી ખાસ વાત એ છે કે આ કામ માટે તમારે ઘરની બહાર જવાની પણ જરૂર નથી. તમે આ બિઝનેસ નોકરી દરમિયાન, પ્રવાસ દરમિયાન, ગામ, શહેર અથવા કોઈપણ જગ્યાએ કરી શકો છો. તેના માટે તમારે કોઈ મોટી જગ્યા કે વધારે રૂપિયાની જરૂર નહીં પડે. આ બિઝનેસ માટે તમારી પાસે ફક્ત સ્માર્ટફોન અથવા લેપટોપ હોવો જરૂરી છે. ચાલો જાણીએ આ ખાસ વ્યવસાયો વિશે જ્યાં તમે સારી કમાણી કરી શકો છો.

ફોટોગ્રાફીનો શોખ છે તો થશે શાનદાર કમાણી

જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો તમે ઘણું કમાઈ શકો છો. આજકાલ ફોટાની ખૂબ માંગ છે. જો તમે પણ ફોટોગ્રાફીના શોખીન છો, તો તમે ફોટા વેચીને વધારાની કમાણી કરી શકો છો. સ્ટોક ફોટોગ્રાફી વેબસાઇટ્સ પોતાનામાં ફોટાઓનો ભંડાર છે જે લગભગ દરેક વિષયને આવરી લે છે. ચાલો જાણીએ કે આ કેવી રીતે કામ કરે છે.

ફોટોગ્રાફરો પોતાની તસવીરોને ડેટાબેઝમાંથી કોઈપણ એક કેટેગરીમાં અપલોડ કરી શકે છે. તેના માટે તમે કોઈપણ મેગેઝિન એડિટર, ડિઝાઇનર અથવા ઓગ્રેનાઇજેશનને વેબસાઇટ સાથે કનેક્ટ કરી શકો છો, જેથી લોકો અહીંથી તમારા ફોટા ખરીદી શકશે. તમે સ્ટોક વેબસાઇટ્સ દ્વારા તમારા ફોટા ગમે તેટલી વખત વેચી શકો છો. ફોટો વેબસાઇટ્સની લિસ્ટમાં શટરસ્ટોક, ફોટોશેલ્ટર અને ગેટ્ટી ઈમેજ જેવા મોટા નામો શામેલ છે. એટલે કે આ તમારા માટે કમાણીનો જબરદસ્ત રસ્તો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.