ડીસા તાલુકાના જાબડીયા ગામના રહેતા સીતારામભાઇ શંકરભાઇ ઠક્કરને મહેસાણાની મૈત્રી હોસ્પિટલમાં જમણી આંખ બતાવવાની હોય એટલે સીતારામભાઇ તેમના મિત્ર ડીસાના લુણપુર ગામના સરપંચ પ્રહલાદજી સાલુજી સોલંકી સાથે સોમવારે સવારે જાબડીયાથી અલ્ટો કાર(જીજે 08 આઇસી 0609 ) લઈ મહેસાણા આવ્યા હતા. કાર પ્રહલાદજી સોલંકી ચલાવવા હતા. મૈત્રી હોસ્પિટલમાં ડોક્ટરને આંખ બતાવીને પરત જાબડીયા જવા નીકળ્યા હતા ત્યારે બપોર સમયે ધિણોજથી પલાસરના પાટિયા નજીક ગેસના બાટલા ભરેલા ટ્રક(જીજે 02 ઝેડઝેડ 9779)ના ચાલકે સામે આવીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો. કાર સવાર બન્ને મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 દ્વારા મહેસાણા વાયબ્રન્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.ત્યારે કાર ચાલક પ્રહલાદજી સોલંકીને ગંભીર ઇજાઓથી સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે ઇજાગ્રસ્ત સીતારામભાઇના નિવેદન આધારે ચાણસ્મા પોલીસ મથકે ટ્રક ચાલક જીજે 02 ઝેડઝેડ 9779ના ચાલક સામે ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી પીઆઇ આર.એમ.વસાવા હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.