અમરેલીમાં વિધર્મીઓ દ્વારા પરિણિતા પર દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ
અમરેલીમાં વિધર્મીઓએ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
અમરેલીની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, સાદીક અલારખ ચૌહાણ સાથે પરિચય હોય ત્યારે સાદિકે અકરમ રૂસ્તમ ગોરી અને ઈરફાન યુનુસ પટેલ ત્રણેય રહે. બહારપરા સાથે ઓળખાણ કરાવેલ હતી. એક વર્ષ પહેલા અકરમ રૂસ્તમ ગોરીએ પરિણીતાના બિભત્સ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી મરજી વિરૂધ્ધ શારીરિક છેડતી કરી દુષ્કર્મ આચર્યુ હતું.
ઈરફાન યુનુસ પટેલે ફોરવ્હીલમાં આવી ૬ મહિના સુધી પરિણીતાના ઘરે આવી ઢીકાપાટુનો માર મારી છરીની અણીએ પરિણીતા સાથે દુષ્કર્મ આચરી અને જા કોઈને વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દુષ્કર્મ આચરતી વખતે પરિણીતાના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા પરિણીતા વિધર્મીઓનો શિકાર બનતી હોવાથી આખરે પરિણીતાએ ત્રણેય શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની તપાસ પીએસઆઈ ડી.સી.સાકરીયા ચલાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.