શેરમાર્કેટ ગગડ્યું / શેરમાર્કેટ ખૂલતાંની સાથે જ ધડામ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો

ગ્લોબલ માર્કેટમાં ઘટાડા વચ્ચે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું હતું.

News Detail

Share Market Today: ગ્લોબલ માર્કેટમાં ઘટાડા વચ્ચે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું હતું. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 શેરનો સેન્સેક્સ લાલ નિશાન પર ખુલ્યો હતો જ્યારે 50 શેરનો NSE નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 23 પોઈન્ટ તૂટીને 57,403.92 પોઈન્ટ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે 50 શેરોવાળા નિફ્ટીએ 8 પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. જોકે બજાર ખુલ્યાના થોડા સમય બાદ બંને મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એનટીપીસીના શેરમાં સૌથી વધુ તેજી

સવારે 10.15 વાગ્યે બંને ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન સેન્સેક્સ 493.34 પોઈન્ટ સુધી તૂટ્યો હતો અને નિફ્ટી લગભગ 124.70 પોઈન્ટ નીચે જોવા મળ્યો હતો. આ દરમિયાન 30 માંથી 7 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. એનટીપીસીના શેરમાં સૌથી વધુ બે ટકાનો વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે ટાઇટન કંપનીનો શેર 1 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. એ જ રીતે ONGC, NTPC, COAL INDIA, APOLLO HOSP અને EICER MOTORS નિફ્ટીના ટોપ ગેનર્સમાં હતા. તે જ સમયે હિન્દાલ્કો, M&M, કોટક બેંક, TITAN અને INDUSIND બેંકના શેર ટોપ લુઝર્સમાં હતા.

SGX નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો ઘટાડો

બીજી તરફ શુક્રવારે વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. SGX નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યો છે. અમેરિકાના બજારો પણ શુક્રવારે દોઢ ટકાથી વધુના ઘટાડા સાથે દિવસના નીચલા સ્તરે બંધ થયા હતા. ડાઉ જોન્સ 500 પોઈન્ટ તોડીને 29 હજારની નીચે પહોંચી ગયો છે. છેલ્લા મહિનામાં સેન્સેક્સમાં 2111 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં FPIsએ શેરબજારમાંથી રૂ. 7624 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

અગાઉ નાણાકીય નીતિની જાહેરાત પછી, શુક્રવારે શેરબજારમાં ઘણા દિવસોથી ચાલી રહેલો ઘટાડો અટકી ગયો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધારા સાથે બંધ રહ્યો હતો. અપેક્ષા મુજબ આરબીઆઈએ વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કર્યો. ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,016.96 પોઈન્ટના ઉછાળા સાથે 57,426.92 પોઈન્ટ પર બંધ થયા છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 276.25 પોઈન્ટની મજબૂતાઈ સાથે 17,094.35 પર બંધ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.