ઇરાનમાં મળ્યો ક્રૂડતેલનો અખૂટ ભંડાર, રોહાનીએ અમેરિકાને ચિડાવતા કહ્યું આ

ઇરાને ક્રૂડ તેલનો એક અખૂટ ભંડાર શોધી કાઢ્યો છે. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રોહાનીએ રવિવારના રોજ કહ્યું કે તેમના દેશમાં અંદાજે 50 અબજ બેરલના ક્રૂડતેલનો ભંડાર શોધાયો છે. આ નવા તેલ ક્ષેત્રની શોધ બાદ ઇરાનના પ્રામાણિક તેલ ભંડારોમાં અંદાજે 30 ટકાનો વધારો થઇ જશે. જો કે અમેરિકન પ્રતિબંધોની વચ્ચે ઇરાન માટે તેલનું વેચાણ કરવું મુશ્કેલ થઇ ગયું છે.

ગયા વર્ષે અમેરિકાએ ઇરાનની સાથે ન્યૂક્લિઅર ડીલને રદ્દ કરીને તેના પર તમામ પ્રતિબંધ થોપી દીધા હતા ત્યારબાદથી ઇરાનની સામે તેલ વેચવાનો પડકાર ઉભો થયો છે. આ ઓઇલ ફીલ્ડ ઇરાનના દક્ષિણ કુઝેસ્તાન પ્રાંતમાં આવેલ છે જે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ અગત્યની છે. રોહાનીએ કહ્યું કે ઇરાનને 150 અબજ બેરલના પ્રામાણિક તેલ ભંડારમાં 53 અબજ ડોલરનો વધારો થશે.

રોહાનીએ તેની સાથે જ કહ્યું કે હું વ્હાઇટ હાઉસને કહેવા માંગીશ કે જ્યારે તમે ઇરાનના તેલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં વ્યસ્ત હતા ત્યારે અમારા દેશના પ્યારા મજૂરો અને એન્જિનિયરો એ 53 અબજ બેરલનો એક તેલ ભંડાર શોધી કાઢ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.