વિધાનસભાની ચૂંટણી પહેલા આપમાં ગુજરાતના આ પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ચેતન રાવલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છબીલ મહેતાના પુત્રી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ચેતન રાવલે કહ્યું હતું કે વિપક્ષ તરીકે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગ્યલક્ષી જેવા મહત્વના મુદ્દા પર કોંગ્રેસ નિષ્ફ્ળ રહી છે. લોકોને વચ્ચે લોકોના પ્રશ્નોનો અવાજ બનવામાં કોંગ્રેસ નિષ્ફ્ળ રહી છે. હું આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલના રેકોર્ડને કારણે જોડાયો છું. આ તકે વધુમાં કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોત તો તેના પર રેડ ના પડી હોત.

નોંધનીય છે કે આમ આદમી પાર્ટી આ વર્ષે ગુજરાત વિધાનસભાની દરેક સીટ પરથી ચૂંટણી લડવાની છે. આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ બાદ ગુજરાત ફતેહ કરવા માટે આવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છબીલ મહેતાના પુત્રી નીતાબેન મહેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

નીતાબેને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની કામગીરી યોગ્ય લાગી છે અને મને લાગ્યું છે કે આમ આદમી પાર્ટીમા સક્રિય કર્યકાર બનીને રહેવું જોઈએ. આ પહેલા હું કોંગ્રેસમાં પણ થોડું કામ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.