લતા મંગેશકર સાવરકરના સમર્થનમાં આવ્યાં, કહી આ વાત

દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસમાં સાવરકરની મૂર્તિની સ્થાપના થઈ ત્યારથી તે આ મુદ્દે રાજકીય ગરમાટો આવી રહ્યો છે. આ દરમિયાન ભારતરત્ન અને મહાન ગાયિકા લતા મંગેશકરે સાવરકર સાથેના તેમના સંબંધોનો ઉલ્લેખ કરીને વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. આ સંદર્ભમાં તેમણે એક ટ્વીટ કર્યું, જેમાં લખ્યું છે કે, વીર સાવરકર અને મારા પરિવાર વચ્ચે ગાઢ સંબંધ છે. તેણે મારા પિતા માટે નાટક લખ્યું હતું.

ભારતીય રાજકારણમાં સાવરકર વિશે વિવિધ અફવાઓ છે. આવી સ્થિતિમાં લતા મંગેશકરે કહ્યું કે, જે લોકો આ પ્રકારની વાતો કરે છે તેઓ જાણતા નથી કે વીર સાવરકર કેટલા મોટા દેશભક્ત હતા. તેમણે જણાવ્યું હતું કે વીર સાવરકરનું આ નાટક સૌ પ્રથમ 18 સપ્ટેમ્બર 1931 ના રોજ યોજવામાં આવ્યું હતું. લતાએ પોતાના ટ્વિટમાં 3.05 મિનિટનું ગીત પણ શેર કર્યું છે, જે આ જ નાટકનું છે.

લતા પહેલા સાવરકર માટે ટ્વીટ કરી ચૂક્યા છે. આ પહેલા 28 મેના રોજ લતા મંગેશકરે સાવરકરની જન્મજયંતિ પર ટ્વીટ કર્યું હતું. તે સમયે તેમણે લખ્યું કે, આજે સ્વતંત્રતાના વીર સાવરકરની જન્મજયંતિ છે. હું તેમના વ્યક્તિત્વ, તેમના દેશભક્તિને નમન કરું છું. આજકાલ કેટલાક લોકો સાવરકર જીની વિરુદ્ધ વાતો કરે છે, પરંતુ સાવરકર કેટલા મોટા દેશભક્ત અને સ્વાભિમાની હતા તે તેઓને ખબર નથી.

કોંગ્રેસ પાર્ટી સાવરકર ‘દેશદ્રોહી’ હોવાના આરોપમાં હવે પોતે ફસાતી હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દે સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે ભોઇવાડાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેમણે રાહુલ ગાંધીન, સોનિયા ગાંધી અને કોંગ્રેસ પક્ષને આરોપી બનાવતા કહ્યું કે તેમના દાદા વિનાયક દામોદર સાવરકર વિશે ટ્વિટર પર લખ્યું છે કે તેઓ બ્રિટીશ સામ્રાજ્યની વિરુદ્ધ ઘૂંટણીયે પડ્યા હતા અને જ્યારે તેઓ આંદામાન સેલ્યુલર જેલમાં હતા ત્યારે ગુલામ બનવાની ઇચ્છા કરી હતી. આ સંપૂર્ણ અસત્ય છે અને માનહાનિજનક ટીપ્પણી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.