ગુજરાત વિધનાસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પરિબળો બદલી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દિગ્ગ્જ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા આવતી કાલે મોટી જાહેરાત કરી શકે છે. શકરસિંહ વાઘેલા ફરી રાજકરણમાં એક્ટિવ થઇ ગયા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા આવતીકાલે અર્જુન મોઢવાડીયા સાથે પત્રકાર પરિષદ કરશે. આ સાથે જ ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે શકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ભળી જશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ તેવા સમાચાર આવી રહ્યા છે. આ અગાઉ પણ કોંગ્રેસમાં જોડાવા માટે પત્રકાર પરિષદ યોજી હતી જો કે ગુજરાતમાં કોંગ્રેસ દારુબંધી હટાવવાનું વચન આપે તો હું કોંગ્રેસ પક્ષમાં જોડાવ તેમ કહ્યું હતું. આ પહેલા શંકરસિંહ વાઘેલા 2017માં કોંગ્રેસમાં અલગ થઇ ગયા હતા ત્યાર બાદ જનશક્તિ પાર્ટી વતી ચૂંટણી લડવાની જાહેરાત બાદ અપક્ષ ઉમેદવારોને ટેકો આપીને મત મેળવવા નિષ્ફ્ળ રહ્યા હતા. હવે ફરી એક વખત શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના સંકેત આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.