ગુજરાતના જગવિખ્યાત તીર્થ સ્થાન દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકાના વિસ્તારના કેટલાક ભાગમાં સરકારી જમીન પર વ્યાપક દબાણો હોવથી છેલ્લા ત્રણ દિવસથી ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે આજે સતત ચોથા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. આજે બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી ચાલુ છે ત્યારે રેન્જ આઇ.જી સંદીપ સિંઘ ડિમોલિશનની કામગીરીના સ્થળ પર પહોંચ્યા હતા.
આ કાર્યવાહી મામલે રેન્જ આઈ.જી.એ ઉચ્ચ અધિકારીઓ સાથે ડીમોલેશન સ્થળની જાણકારી લીધી હતી. આ કાર્યવાહી સ્થળ પર રેન્જ આઈ.જી ઉપરાંત જિલ્લા કલેક્ટર, એસ.પી પણ હાજર રહ્યા હતા. આ ડિમોલિશનની કામગીરી દરમિયાન છેલ્લા ચાર દિવસમાં બેટ દ્વારકામાં 4.45 કરોડની કિંમતની અંદાજે 1,80,000 ફૂટ જેટલી જમીન પરથી દબાણ દૂર કરવમાં આવ્યું હતું. બેટ દ્વારકામાં આજે પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજ સવારથી જ આ ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. બેટ દ્વારકા જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
આ મામલે આજે રેન્જ આઈ.જી સંદીપ સિંઘ દ્વારા જણાવ્મા આવ્યું હતું કે આપણા દેશની જે આંતરિક સુરક્ષા છે અને જે ગુજરાતની સૌથી લાંબી કોસ્ટલાઇન છે અને એમાં કોઈપણ જાતનું ગેરકાયદેશર બાંધકામ થાય તો તે દેશની આંતરિક સુરક્ષા તેમજ સોશિયલ સિક્યુરીરીને લઈને તેને દૂર કરવા માટે સરકાર કટ્ટીબંધ છે અને છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પોલીસ અને ATS દ્વારા ડ્રગ્સ પકડવાનું કાર્ય કર્યું છે. આ દરિયાઈ વિસ્તારમાં કોઈપણ ગેરકાયદેસર રીતે બાંધકામ કે જેના કોઈ મલિક ન હોય તેમજ સરકારી જમીન દબાણ કરીને બાંધકામ કરવામાં આવે અને તેનો ગેરઉપયોગ થઇ શકે તેને ધ્યાનમાં રાખીને એક સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં જે પણ રેસિડેન્ટ તેમજ કોમર્શિયલ મિલ્કતનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી લગભગ 50 જેલતી મિલ્કતોનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 5 કરોડ કરતા પણ વધારે કિમંતોની જમીનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.