PM Kisan Yojana: કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi) ના 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમને રાહત આપશે. કેન્દ્ર સરકાર વતી દેશના કરોડો ખેડૂતોને 12મા હપ્તા પહેલાં મોટો લાભ આપવામાં આવી રહ્યો છે. જો તમે હજી સુધી તેનો લાભ લીધો નથી, તો આજે જાણી લો કે તમે તેનો લાભ કેવી રીતે લઈ શકો છો?
સસ્તી લોન મળવામાં રહેશે સરળતા
સરકાર તરફથી ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ (KCC) ની સુવિધા PM કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) ના તમામ પાત્ર લાભાર્થીઓને આપવામાં આવી રહી છે. જો તમે તેના માટે અરજી કરી નથી, તો શક્ય તેટલી વહેલી તકે તેના માટે અરજી કરો. આના દ્વારા તમે સરળતાથી સસ્તી લોન મેળવી શકશો. જેની મદદથી તમે કોઈપણ રોજગાર શરૂ કરી શકો છો. હકીકતમાં સરકારનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો છે.
કેવી રીતે કરવી પડશે અરજી
જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) બનાવવા માંગો છો, તો તમે બેંકની નજીકની શાખામાં જઈને અરજી કરી શકો છો. તમારે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાની સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ સંબંધિત બેંક અધિકારીને તમામ જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) માટે અરજી કરવા માટે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડ વગેરેની જરૂર પડશે. આ ઉપરાંત વાવેલા પાકની માહિતી પણ આપવાની રહેશે.
વ્યાજ પર સબ્સિડીનો લાભ
કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂતોને પાંચ વર્ષના સમયગાળા માટે 3 લાખ રૂપિયા સુધીની શોર્ટ ટર્મ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવતા રૂપિયા પર સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે, જેના કારણે તમારે સામાન્ય રીતે તેના પર ઓછું વ્યાજ ચૂકવવું પડે છે.
એકાઉન્ટમાં ક્યારે આવશે પીએમ કિસાનના રૂપિયા ?
ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 12મા હપ્તાના રૂપિયા હજુ સુધી મળ્યા નથી. અગાઉ 2 ઓક્ટોબર સુધીમાં ખેડૂતોના એકાઉન્ટમાં પહોંચવાની અપેક્ષા હતી. આ વખતે ફિઝિકલ વેરિફિકેશનને કારણે 12મો હપ્તો વિલંબિત થઈ રહ્યો છે. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ હપ્તો ઓક્ટોબરમાં દિવાળી પહેલા કોઈપણ દિવસે રિલીઝ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ યોજનામાં પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે, જે 2-2 હજારના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.