નોરતાં હજુ પુરા જ થયાં છે ત્યાં જુગારની મોસમ જમવા લાગી છે પત્તાં પ્રેમીઓએ જુગારની ક્લબ જમાવી છે. રાજકોટમાં ચાલતા જુગાર કલબ પર પોલીસ દ્વારા દરોડા પાડી ૯ પત્તા પ્રેમીઓને ઝડપી પાડયા છે સાથે જ તેમના પાસે રહેલ મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. રાજકોટ શહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસે ધોસ બોલાવી છે વિજય પ્લોટમાં ઓફિસમાં ચાલતા જુગારધામ પર એ- ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી નવ શકુનીઓને રૂ.૨૨,૩૦૦ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના વિજય પ્લોટ શેરી – ૪માં કારખાના પાસે આવેલી એક ઓફિસમાં જુગારધામ પર એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કરણ વિરસોડિયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસે ઓફિસમાં દરોડો પાડી પત્તા ટિચતા કિશોર મણીલાલ રૂપારેલ, મનસુખ કાનજી કંબોડિયા, ભાવેશગીરી હરિગીરી ગોસ્વામી, અજય મગન રાઠોડ, તેજસ બળવંતરાય ઠાકર, દિલીપ મગનલાલ ઘાબલિયા, પરવેઝ આરીફ ગલેરિયા, મયુરસિંહ દિપકસિંહ જાડેજા અને ધર્મેન્દ્ર વિનોદ રાઠોડની ધરપકડ કરી હતી.પોલીસે ઓફિસમાં દરોડો પાડી નવ જુગારીઓને દબોચી લઈ જુગારના પટમાંથી રોકડા રૂ.૨૨,૩૦૦ સાથેના મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.