ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કરશે શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે અમદાવાદના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો તથા શ્રમયોગીઓને યોજનાકીય લાભોના ઓનલાઇન વિતરણ માટેના શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે. આ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પુરૃં પાડવામાં આવશે. શ્રમ સનમાન પોર્ટલ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી કરી શકશે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદ શહેર તેમજ ગુજરાતનું પાટનગર ગાંધીનગર ખાતે આવેલા 22 કાડિયાનાકાઓ પર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થશે. આ અન્નપૂર્ણા યોજના હાલ ગાંધીનગર અને અમદવાદમાં શરુ કરવામાં આવી છે જો કે આ યોજનાનો ગુજરાત રાજ્યના દરેક સીટીમાં શરુ કરવામાં આવશે. આ કેન્દ્રો પર 50થી વધુ શ્રમિકો યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.