ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ચલાવતા તત્વો જાણે કે સુધરવાનું નામ જ લેતા હોય તેમ એક બાદ એક પોલીસ વિભાગો દ્વારા પાડવામાં આવતા દરોડા માં લાખોની કિંમત નો શરાબ નો જથ્થો ઝડપાઇ રહ્યો છે,તે જ પ્રકારની વધુ એક સફળ રેડ અંકલેશ્વર ખાતે ભરૂચ ક્રાઇમ બ્રાંચે કરી છે, અંકલેશ્વર ખાતે ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા
દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ની રાજપીપળા ચોકડી નજીક ની સાંઈલોક રેશિડેન્સી ના એક મકાનમાં દરવાજો લોક મારી સંતાડવામાં આવેલ ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ના અલગ અલગ બ્રાન્ડ ના ૧૦૫૬ નંગ બોટલ મળી કુલ ૧,૦૫,૬૦૦ ના મુદ્દામાલ ને ઝડપી પાડ્યો હતો,
ક્રાઇમ બ્રાંચ ની તપાસ માં જાણવા મળ્યું હતું કે આ શરાબનો જથ્થો અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તાર માં રહેતા શાહરૂખ નજીર પઠાણ નામ ના ઇસમનો હોવાનું માલુમ પડતા ક્રાઇમ બ્રાંચે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.