વાર તહેવારે ગુજરાતમાં લોહીની નદીઓ વહેતી,હુલડો ભય અને આંતકના વાતાવરણમાં ગુજરાતના લોકો જીવતા હતા – મોદી

વાર તહેવારે ગુજરાતમાં લોહીની નદીઓ વહેતી,હુલડો ભય અને આંતકના વાતાવરણમાં ગુજરાતના લોકો જીવતા હતા – મોદી

ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે Pm મોદીએ સૌરાષ્ટ્રના જામકંડોરણામાં વિરાટ જાહેરસભાને સંબોધી હતી.

Pm મોદીએ જણાવ્યું કે, સરકારના વડા તરીકે ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યુ તેના 21 વર્ષ પુરા થયા તેની શરૂઆત રાજકોટની ઘરતીથી થઇ હતી રાજકોટે આશિર્વાદ આપ્યા હતા.
આ ભૂમિ આપણા જલારામ બાપુ, ખોડિયાર માતાજીની છે. મહિનાઓ વિતી ગયા વર્ષો વિતી ગયા પરંતુ ગુજરાતમાં વિકાસના કાર્યોનું આયોજન સતત નવી ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યુ છે તેની પાછળ માત્ર સરકાર નહી જનતાની મહેનતને કારણે શક્ય બન્યું છે.
 ભાજપ પર અતૂટ વિશ્વાસ રાખ્યો છે તેના માટે કચ્છ,કાઢીયાવાડ અને રાજકોટની ઘરતીને નમન કરુ છું. ગુજરાતની આશા,અપેક્ષાને ભાજપની સરકારે હમેંશા આદેશ માન્યો છે અને આદેશ માટે જાત ખપાવી દેવાનો અમારો પ્રયત્ન છે. આજે ગુજરાતની ઓળખ દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત કરી છે.
 Pm મોદીએ વધુમાં જણાવ્યું કે, પહેલા રોજગાર માટે વલખા મારતુ હતું ગુજરાત, આજની સરકારે પરિસ્થિતિ બદલી અભાવનો પ્રભાવ ન પડે તે માટે પ્રયાસ કર્યો. ખેડૂત ભાઇઓ વરસાદ મોડો આવે કે ઓછો પડે તો તેમની આખી મહેનત પાણીમાં જતી. વાર તહેવારે ગુજરાતમાં લોહીની નદીઓ વહેતી,હુલડોની ભરમાર રહેતી. પહેલા ગુજરાતના લોકો ભય અને આંતકના વાતાવરણમાં જીવતા. આજે કોરોના કાળના બે વર્ષ પછી નવરાત્રીમાં દાંડીયાની રમઝટ ગુજરતીઓએ બોલાવી છે. પહેલા ટુરિઝમમાં એક સમય એવો હતો કે ગુજરાતીઓ બહાર જાય પરંતુ હવે ચક્ર બદલાયું દુનિયા ગુજરાતની ટુરીસ્ટ બને છે. સરદાર નું ભવ્ય સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનીટી લોકો જોવા આવે છે પરંતુ એક જમાત નથી જતી. કોંગ્રેસ વાળા મિત્રોને પુછજો કે સરદાર ના સ્ટેચ્યુ જોવા ગયા કે નહી.? ગુજરાતના સપુતનું સન્માન કરવાનું સામર્થ્ય ન હોય તેવા લોકોની સ્વીકૃતિ ગુજરાતની ઘરતી પર ન હોઇ શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.