મહારાષ્ટ્રના રાજકારણમાં સોમવારની સવાર જ જબરદસ્ત ઉથલપાથલ સાથે થઇ. એકબાજુ એનસીપી ચીફ શરદ પવારની શરત પર શિવસેનાએ એનડીએ સાથેનો છેડો ફાડી દીધો. મોદીના મંત્રીમંડળમાં સામેલ શિવસેના નેતા અરવિંદ સાવંતે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ એનસીપી-કોંગ્રેસના મોટા નેતાઓના કેટલાંક નિવેદનોથી નવેસરથી રાજકારણ ગરમાયું છે.
…આ નિવેદન બાદ હલચલ તેજ
કોંગ્રેસ-એનસીપી સંગ ગઠબંધનમાં સરકાર બનાવાની આશામાં એનડીએ છોડનાર શિવસેનાને આ નિવેદનોથી ઝાટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટ્સના મતે સોનિયા ગાંધીના નજીકના કહેવાતા રાજ્યસભા સાંસદ અહમદ પટેલે પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક પહેલાં કહ્યું કે અત્યારે કંઇ કહી શકાય નહીં. બીજીબાજુ એનસીપીના દિગ્ગજ અને પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે પણ કહ્યું કે સરકાર રચવાને લઇ અત્યારે કંઇપણ કહેવું ઉતાવળભર્યું હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.