અંકલેશ્વરના નિલેશ ચોકડી ફ્લાય ઓવર નીચેના ભાગે મોટા કદ ની ટેન્ક વહન કરી લઇ જતા એન્ગલો તૂટી પડી
આજે બપોરે ના સમયે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેના નિલેશ ચોકડી ફ્લાયઓવર બ્રિજ નીચેના ભાગે નેશનલ હાઇવે 48 પર મોટી કદની ટેન્ક લઈ જતા વાહને ઉપર લગાવેલ એન્ગલો તોડી નાખી હોવાની ઘટના સામે આવી છે,જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈને નુકશાન કે જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રહાત નો શ્વાસ લીધો હતો, સર્વિસ રોડ પર એન્ગલો તૂટીને નીચે પડતા રાહદારીની મદદ થી એન્ગલો હટાવાય હતી,તેમજ જવાબદાર ટ્રાન્સપોર્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી હતી,
ઘટના ના પગલે હાઇવે ઉપર એક તરફ ના ભાગે ટ્રાફિક ની સ્થિતિ નું પણ સર્જન થયું હતું,જોકે પોલીસ સહિત ક્રેન ની મદદ થી આ એન્ગલ રસ્તા પરથી દૂર કરવામાં આવતા હાઇવે પરનો ટ્રાફિક હળવો થયો હતો,
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આવેલ ઉધોગો સુધી જે તે ટ્રાન્સપોર્ટર ની મદદ થી આ પ્રકારની મોટા કદ ની ટેંકો ને વાહનો માં ભરી હાઇવે ઉપર વહન કરવામાં આવતી હોય છેઃજે કેટલાક અંશે જોખમી પણ સાબિત થતી હોય છે તો કેટલાક બનાવોમાં હાઇવે માં બ્રિજ અથવા આ પ્રકારની એન્ગલ ને પણ નુકશાની થતી હોય છે,તેવામાં ટ્રાફિક વિભાગ દ્વારા પણ આ પ્રકારના વાહનો ઉપર ચોકસાઈ રાખવી અત્યંત જરૂરી બની છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.