ગૃહકાંકશથી કંટાળી પરિણીતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે કર્યો આપઘાતનો પ્રયાસ: સાસુ સાથે માથાકૂટ થતાં ભર્યું આ પગલું..

રાજકોટનિવાસી પરિણીતાએ ગૃહકાંકાશથી કંટાળી તેના ત્રણ વર્ષના પુત્ર સાથે ઝેરી દાવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ

News Detail

રાજકોટનિવાસી પરિણીતાએ ગૃહકાંકાશથી કંટાળી તેના ત્રણ વર્ષના પુત્ર સાથે ઝેરી દાવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સાસુ સાથે પરિણીતાને માથાકૂટ થતાં પરિણીતાને માંઠું લાગી આવતા તેને ત્રણ વર્ષના દીકરા સાથે ઝેરી દાવા ગટગટાવી જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિણીતાના પતિ તથા સાસુ ખેતરે ગયા હતા ત્યારે પરિણીતાએ આ પગલું ભર્યું હતું. મળતી માહિતી અનુસાર લોધિકાના પાળ ગામમાં રહેતી પરિણીતાને સાસુ સાથે કામ બાબતે માથાકુટ થઈ હતી જેથી તેને ત્રણ વર્ષના પુત્ર સાથે ઝેરી દાવા ગટગટાવી હતી. ત્રણ વર્ષ પહેલાં જ પરિણીતાના લગ્ન થયા હતા અને સંતાનમાં માત્ર એક દીકરો છે. પુત્ર સાથે ઝેરી દાવા ગટગટાવતા પરિણીતા પર તેના પતિએ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. પરિણીતાના પતિ મયુરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સવારે તેમને અને તેમના પત્નીએ નાસ્તો કરી લીધો હતો અને તેમના માતાને નાસ્તો બાકી હતો ત્યારે રસોડામાં જતી વેળાએ કામ બાબતે માથાકુટ થઈ હતી બાદમાં ખેતરમાં કામ હોવાથી મયુરભાઈ અને તેમના મતા ખેતરે જતા હતા ત્યારે પુત્રને લઈ જવાનું કહેતા પત્નિએ પુત્રને મજા નથી માટે લઈ જવા નાં પાડી. બાદમાં પાડોશીનો ફોન આવ્યો કે તમારી પત્નીએ ઝેરી દવા પીધી હોય તેવું લાગે છે અને તેમના પિતા સાથે બાઇક પર ક્યાંક જાય છે. તરત જ ઘરે આવી જોતા જંતુનાશકની બોટલ ખાલી મળી હતી ત્યાર બાદ સલને ફોન કરતા જાણ થઈ કે તેને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પતિ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.