ગુજરાતમાં યુવા પેઢી કઈ હદે ડ્રગ્સનો શિકાર બની છે એનો અતિ ચિંતાજનક કિસ્સો અમદાવાદની એક હાઈફાઈ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં જોવા મળ્યો છે. આ સ્કૂલના મેનેજમેન્ટને ડ્રગ્સના દુષણની શંકા જતા અચાનક સ્ટુન્ડટની તપાસ કરી હતી. આ ઓચિંતી તપાસ કરવામાં આવતા ધોરણ 11માં ભણતા વિદ્યાર્થી કે જેની ઉંમર આશરે 16 કે 17 વર્ષની છે તેની પાસેથી રૂપિયા 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઈ- સિગારેટ મળી આવ્યા હતા. આ શાળામાં છેલ્લા ઘણા દિવસથી ડ્રગ્સની ફરિયાદો મળી આવી હતી જો કે સ્કૂલ મેન્જમેન્ટને આ બાબતની જાણ થતા જ અચાનક જ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક વિદ્યાર્થી પાસેથી રોકડા રૂપિયા તેમજ ડ્રગ્સના તેમજ ઈ-સિગારેટના પેકેટ મળી આવ્યા હતા. આ પૈસા અને ડ્રગ્સ અને ઈ સિગારેટ પોતાનું ન હોવાનું રટણ કર્યું હતું.
આ વિધાર્થીના વાલીને બોલાવીને મેન્જમેન્ટ સાથે મિટિંગ કરી હતી અને વાલીને જણાવી દેવામાં આવ્યું હતું કે તેમના સંતાનનું એડમિશન અહીં રદ્દ કરીને બીજા સ્કૂલમાં લઇ જવામાં આવે જેથી કરીને શાળાનું નામ ખરાબ ન થાય. હાલ સ્કૂલ મેન્જમેન્ટ તરફથી મામલાને દબાવી દેવામાં આવ્યો છે અને છોકરા પાસેથી 12 હજાર રોકડા મળ્યાની જ વાત કરી હતી. ગુજરાતમાં વાલીઓ માટે પણ એક શીખ આપતો ચોંકવનારો કિસ્સો બન્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.