પોરબંદરમાં બળાત્કાર અને પૈસા પડાવવાના ઈરાદાથી ધાકધમકી કેસમાં પોલીસ કર્મચારી શરતી જામીન

ફરીયાદી દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં જ ફરજ બજાવતા સરકારી કર્મચારી કાનજીભાઈ કેશવલાલ વાસણ તથા તેમના પત્ની રાધાબેન કાનજીભાઈ વાસણની સામે તા. ૧૪/૮/૨૦૨૨ ના રોજ વિગતવાર ફરીયાદ આપતાં પોલીસે ફરીયાદીની ફરીયાદના આધારે ગુન્હો નોંધી અને પોલીસ કર્મચારી તથા તેમના પત્નીની ગુન્હા સબબ ધોરણસર અટક કરી મુદત હરોળમાં કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંન્ને આરોપીઓને જયુડી. કડીમાં મોકલી આપેલા અને ત્યારબાદ કાનજીભાઈ કેશવલાલ વાસણ કે જેઓએ જયુડી. કસ્ટડી દરમ્યાન સેસન્સ કોર્ટમાં પોતાના વકીલ મારફતે રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલી. જેમાં ફરીયાદી તથા આરોપી પક્ષે વિગતવાર દલીલો રજુ રાખેલી. જેમાં જીલ્લા અદાલતે પોલીસ કર્મચારીની જામીન મુકત થવાની માંગણી ફગાવી દીધેલી. ત્યારબાદ આરોપી દ્વારા હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજૂ રાખેલી. જેમાં સરકાર પક્ષે આરોપીને જામીન મુકત નહી કરવા અન્વયે વિગતવાર દલીલો કરવામાં આવેલ.

News Detail

ત્યારબાદ બચાવ પક્ષે એવી રજૂઆતો કરવામાં આવેલ કે, અરજદાર, આરોપી કે જેઓ ખરેખર હાલના બનાવ સંબંધે કાંઇ જાણતા ન હોય છતાં કોઈપણ અગમ્ય કારણોસર મુળ ફરીયાદીએ હાલના અરજદારને સદર ગુન્હાના કામે તદન ખોટી રીતે સંડોવી દીધેલ છે. વળી ફરીયાદીએ નોંધાવેલ ફરીયાદ તથા એફ.આઈ.આર. જોવામાં આવેતો હાલના અરજદારની સામે કરેલા આક્ષેપો મુજબનું કોઈ જ કૃત્ય અરજદારે આચરેલ ન હોય અને તે રીતે ખરેખર અરજદાર સામે મુળ ફરીયાદીએ રેલા આક્ષેપો મુજબનો કોઇ જ ગુન્હો બનતો ન હોય અને રેકર્ડ જોતા પણ હાલના અરજદાર સદર ગુન્હાના કામે નિર્દોષ હોવા છતાં ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ હોવાનું સ્પષ્ટ ફલીત થતું હોય. વળી હાલના અરજદાર કે જેઓ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે અને તે રીતે સરકારી કર્મચારી છે તેમજ પોતાના પરિવાર સાથે શહેર પોરબંદરમાં સ્થાનીક વસવાટ કરી રહેલા હોય તેમજ હાલના અરજદારને કહેવાતા આક્ષેપિત ગુન્હા સંબંધે કાંઇ જ લેવા દેવા ન હોય કે, હાલના અરજદાર ગુન્હા સંબંધે કાંઈ જાણતા પણ ન હોય, તેથી જામીન ઉપર મુકત કર્યોથી કયાંય નાસી પાસ જાય તેમ ન હોય તેમજ આરોપીઓ કોર્ટ ફરમાવે તેવી તમા શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાત્રી આપે છે વિગેરે દલીલો બચાવ પક્ષે રજુ કરી અરજદારને જામીન મુક્ત કરવાની અરજ ગુજરતા હાઈકોર્ટે બંન્ને પક્ષોની દલીલો તેમજ રેકર્ડ ઉપર રજુ થયેલ રજૂઆતોને ધ્યાનમાં રાખી અને અરજદાર-આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવાનું હાઈકોર્ટે ન્યાયોચીત માની તા. ૧૦/૧૦/ ૨૦૨૨ ના રોજ આરોપી પોલીસ કર્મચારીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલો.આ કામમાં અરજદાર-આરોપી પક્ષે પોરબંદરના વિદ્વાન વકીલ જે.પી. ગોહેલની ઓફીસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી. જોશી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, એમ.ડી. જુંગી, પી.બી. પરમાર, જિજ્ઞેશ ચાવડા તથા અમદાવાદના જાણીતા એડવોકેટ નમ્રતાબેન ચૌહાણ રોકાયેલા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.