એક તરફ દેશ પર આર્થિક મંદીના કાળા વાદળ છવાયા છે એવી અટકળો સંભળાઈ રહી છે. જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રાપ્ત મૂડીના આકંડા જાહેર થયા છે. જે ચોંકાવનારા છે. આ આંકડાઓમાં IRCTCના આઇપીઓ(IPO) થી પ્રાપ્ત 637.97 કરોડ રૂપિયા પણ સામેલ છે.
મીડિયા રિપોર્ટ મુજબ સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી લગભગ 12,995.46 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. જ્યારે સરકારે નાણાકીય વર્ષ 2019-20માં ડિસઇન્વેસ્ટમેન્ટથી 1.05 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત થવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. ડિસઇન્વેસ્ટમેન્ટથી પ્રાપ્ત રકમની આ માહિતી રોકાણ અને જાહેર એસેટ મેનેજમેન્ટ વિભાગથી મળી છે. IRCTCના IPOથી પ્રાપ્ત મૂડી પહેલા સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટથી 12,357.49 કરોડ રૂપિયાની મૂડી પ્રાપ્ત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રથમ વખત લિસ્ટેડ કંપનીઓમાં આઈઆરસીટીસીનું પ્રદર્શન એકદમ આકર્ષક રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ પર શુક્રવારે IRCTCનો શેર ભાવ 874 રૂપિયા પ્રતિ શેર પર બંધ આવ્યા હતા અને તેની માર્કેટ વેલ્યૂ હવે અંદાજે 14,000 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે પબ્લિક ઓફરિંગથી કંપનીએ 5,120 કરોડ રૂપિયાની અપેક્ષા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.