સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી પર્વ પર ટ્રાફિક નિયંત્રણ તેમજ નિયમોનો ભંગ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં છેલ્લા 2 દિવસમાં જ ચાલકો સામે 150 જેટલા કેસ કરીને રૂ. 57,000નો દંડ કરાયો હતો.
…જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે પેસેન્જર હેરાફેરી કરતાં વાહનો ચાલતા હોય તેવા વાહનો સામે છેલ્લા 2 દિવસમાં કાર્યવાહી કરાઈ હતી. જેમાં આરટીઓના મેમા આપી પાટડી પોલીસ સ્ટેશનમાં 4 ઇકો કાર ડિટેઈન કરી સોંપી આપવામાં આવ્યા હતા. 40 કેસ કરી હાજર દંડ રૂ.17,500 કરાયો હતો. ઉપરાંત સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ જગ્યાએ હેન્ડલુમ ચોક, મેઈન રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ HSRP નંબર પ્લેટ, PUC લાઇસન્સ વગેરેના અલગ અલગ અંદાજે 110 કેસ કરીને કુલ રૂ. 39500 દંડ વસૂલ કરાતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આ કામગીરીમાં સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇ એન.એચ. સોલંકી, રામસંગભાઇ મોરી,વિજયસિંહ, સરદારસિંહ,રાજુભાઈ તેમજ ટીઆરબી રોહિતભાઈ અઘારા, નવનીતભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. જ્યારે ટ્રાફિક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ થી વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો અને પોલીસની નજરથી બચવા ભાગતા નજરે પડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.