અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. પોલિસે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રીય કરી હિંમતનગર-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મોડાસાના ઘાંચીવાડા વિસ્તારમાં ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપીમખદૂમ ચોકડી નજીક હોટલ આવ્યો હોવાની બાતમીના આધારે ઝડપી પાડતા આરોપીના મોતિયા મરી ગયા હતા
અરવલ્લી એસઓજી પીઆઈ જી.કે.વહુનીયા અને તેમની ટીમે મોડાસા શહેરમાં પેટ્રોલિંગ હાથધરતાં હિંમતનગર-બી ડિવિઝનમાં છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ અને પોલીસને હાથતાળી આપતો મોડાસાના ઘાંચીવાડા મોટી વાટ વિસ્તારમાં રહેતો અજીત ઉર્ફે બાપજી ભીખુમીયાં સૈયદ ડુગરવાડા ચોકડી નજીક હોટલ આગળ બિન્દાસ્ત બની ટહેલતો હોવાની બાતમી મળતા તાબડતોડ એસઓજીની ટીમ બાતમી આધારીત સ્થળે પહોંચી અજીત સૈયદને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી આરોપીને હિંમતનગર બી-ડિવિઝન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથ ધરી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.