ગુજરાતમાં આપ પાર્ટી ચેન્જ છે કોંગ્રેસ એક્સચેન્જ છે, સસ્તામાં ધારાસભ્યો વેચાઈ રહ્યા છે – ભગવંત માન

કોંગ્રેસની હાલત એ 90 વર્ષના સિનિયર સિટીજન જેવી છે જેને ડૉક્ટરો પણ કહે છે કે, આમને ઘરે લઈ જાઓ અને તેમની સેવા કરો. આમ ભગવંત માને આકરા પ્રહારો કર્યા હતા.

News Detail

આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે ઉંઝામાં જનસભાને સંબોધી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, સભામાં આટલી મોટી સંખ્યામાં આવવું એ સબુત છે કે, તમે પરીવર્તન માટે આ કદમ ઉઠાવ્યા છે. અમે દિવસમાં સપના બતાવવાળા નહીં પરંતુ બાળકોને ભણાવવાળા, વીજળીનું જીરો બિલ કરવાવાળા છીએ. અમે નથી કહેતા અચ્છે દીન આવશે પરંતુ સચ્ચે દીન આવશે.

સૌથી વધુ મોંઘવારીથી પીડિત મહિલાઓ છે. તેમને ખબર છે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ થઈ ગયું છે. હવે તો પરાઠા ઉપર પણ 18 ટકા ટેક્સ લાગી દેવાયો છે. દૂધ, દહીં પર પણ ટેક્સ છે. સ્વાસ લેવું ફ્રી છે પરંતુ એમનું ચાલશે તો તેઓ સ્વાસ લેવા પર પણ ક્યાંક કહી ના દે કે, ગરીબો માટે સ્વાસ લેવાનો આટલો કોટા જાહેર.

સૌથી વઘુ કામ આશાવર્કર બહેનો પણ કરે છે. આપ પાર્ટી આવે તો તેમને સન્માન અને કામ કરવાનો માહોલ આપવામાં આવશે અમે  એ કરે છે. અમે
અહીં આશા વર્કરો વિરોધ કરતી હતી તેમને જેલમાં મોકલી, નારી શક્તિને જેલામાં ક્યાં જશો તેમને પણ કહ્યું ડીસેમ્બર

દિલ્હીમાં પરીવર્તન આવ્યું અને આ તોફાન પંજાબમાં પહોંચ્યું અને દિગ્ગજોને સામાન્ય લોકોના દિકરા-દીકરી એ હરાવી દીધા. આ જનતાને અન્ડરએસ્ટીમેટ ના કરો. જનતા ગુજરાતની જેમ 27 વર્ષ પછી પણ જો જાગે છે તો 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં લઈ શકે છે.

કેજરીવાલજી પહેલીવાર લડી રહ્યા હતા ત્યારે કેજરીવાલે સીલા દિક્ષિત સામે નોમિનેશન ભરી દીધું હતું. ત્યારે તેમને કહેલું કે, કેજરીવાલ કોણ છે જ્યારે રીઝલ્ટ આવ્યું ત્યારે તેઓ ભૂલી નહોતા શક્યા. ગુજરાત અમે ફરી રહ્યા છીએ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતમાં તેમજ અન્ય વિસ્તારોમાં જઈ રહ્યા છીએ. તેઓ કહી રહ્યા છે કે, ગુજરાતને ચેન્જ જોવે છે. ચેન્જ આપ પાર્ટી છે તેમને કહ્યું ચેન્જ નહીં એક્સચેન્જ છે. કોંગ્રેસે લખવું જોઈએ કે, સસ્તામાં ધારાસભ્યો વેચાઈ રહ્યા છે. કોંગ્રેસની હાલત એ 90 વર્ષના સિનિયર સિટીજન જેવી છે જેને ડૉક્ટરો પણ કહે છે કે, આમને ઘરે લઈ જાઓ અને તેમની સેવા કરો. આમ ભગવંત માને આકરા પ્રહારો કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.