મોડાસા ગ્રામ્ય પોલિસની ટીમને બાતમી મળી હતી કે મોડાસાથી રાજેન્દ્રનગર જતાં વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની છે ત્યારે પોલિસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે મેઢાસણ નજીક આવી રહેલી મેઘનાઈટ કાર નંબર RJ 19 CK 8336 આવતા ઊભી રાખી હતી જોકે પોલિસને જોઇને કાર ચાલક મેઢાસણ ગામની સીમમાં કાર મુકીને ફરાર થઇ ગયો હતો. પોલિસે કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલિસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની કુલ 25 પેટી, જેમાં કુલ બોટલ 480 મળી કુલ 1,84,800 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. પોલિસે મેઘનાઈટ કાર મળી કુલ 6,84,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વોન્ટેડ અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.