ઉના પંથકના ભાવવધારાની માંગ સાથે ટ્રક ચાલકોમાં રોષ
સત્વરે ભાડુ વધારી આપવાની માંગ સાથે હડતાળ
ઊનામાં ટ્રાન્સફોરમાં વાહન ચલાવતા ટ્રક ચાલકોના ભાડા વધારોની વેપારી પાસે માંગને લઇ તાલુકાના તમામ ટ્રક ચાલકો મોટી સંખ્યામાં ઉના ગીરગઢડા રોડ પર સ્યુગર ફેક્ટરી પાસે આવેલ મોદી ગ્રાઉન્ડમાં તાલુકાની તમામ વાહનના ભાડામાં ભાવ વધારો કરવાની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. ઊનામાં રહેતા જાવિદભાઇ ચાવડા એ જણાવેલકે અમે વેપારી એસોસીયેશનમાં જોડાયેલા છે. અને જે ભાડા વધારા બાબતે વેપારી પાસે અમે માંગ મુકી છે તે માંગ પુરી કરો અને દૂર દૂર સુધી ભાડા કરવા છતાં ભાવ વધારો કરેલ નથી. અમે લોન ઉપર તેમજ દાગીના ગીરવી મુકી ટૂક લઇ ચલાવીએ છીએ રોજ વાહન ચલાવીએ કે ન ચલાવીએ વિમા પાર્સીંગનુ વેરેન્ટેજ ખર્ચ સહીતના રોજના રૂ.૮૦૦ થી વધુ વેરેન્ટેજ ચડે છે. અમારા વાહન ભાડુ પુરેપર આપવામાં આવે તેવી માંગ કરી હતી. જ્યા સુધી અમારી માંગ નહી સ્વીકારે ત્યા સુધી અઅમે હડતાલ પર રહેશું. . . . . . .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.