આજે ગાંધીનગરમાં સચિવાયલ ખાતે કેબિનેટ બેઠકનું આયોજન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. ચૂંટણી જાહેર થાય એ પહેલાની છેલ્લી બેઠક હોઈ શકે છે. કેમ કે, દિવાળી બાદ ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે.
News Detail
આજે સચિવાલય ખાતે મળનારી કેબિનેટ બેઠકની અંદર ખાસ કરીને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તમામ કેબિનેટ મંત્રીઓ અધિકારીઓ ઉપસ્થિતિ રહેશે. જેમાં મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવશે. પીએમનો આવતી કાલથી ગુજરાતમાં પ્રવાસ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ મામલે સમીક્ષા કરાશે. આ ઉપરાંત કૃષિ રાહત પેકેજ અતિવૃષ્ટી બાદ સરકાર દ્વારા જાહેર કરાશે તેને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે આ ઉપરાંત નીતિ વિષયક નિર્ણયોને લઈને કેબિનેટમાં મહત્વની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક વિકાસ કાર્યોના લોકાર્પણો અને ખાતમૂહુર્ત પણ આગામી સમયમાં સરકાર દ્વારા પૂર્ણ થાય તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે.
ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે અમિત શાહ અને વડાપ્રધાન મોદીના પ્રવાસો ગુજરાતમાં એક પછી એક યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રવાસોને લઈને સમીક્ષા કરાશે. ખાસ કરીને વડાપ્રધાન આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતેની તૈયારીઓને સમીક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.
11 જિલ્લામાં ખેતી વિભાગ દ્વારા આ સર્વેની કામગિરી કરવામાં આવી હતી. ત્યારે તેમાં હજુ સુધી રાહત પેકેજ એસડીઆરએફના ધારાધોરણ મુજબ જાહેર નથી કરાયું. ત્યારે ખેડૂતોને પણ પાકનું નુકશાન થવા પામ્યું હોવાથી ખેડૂતો પણ રાહત પેકેજની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ મામલે ચર્ચા વિચારણા કરીને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.