દિવાળી પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં રહેતા લોકોને મોટી ભેટ આપી છે. ગુજરાત સરકારે આપેલી ભેટથી કરોડો લોકો ખુશ થયા છે. ગુજરાત સરકારે દિવાળી પહેલા સીએનજી (CNG) અને પીએનજી (PNG) પરના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે.
News Detail
સરકાર પર આવશે 1,650 કરોડ રૂપિયાનો બોજો
સીએનજી (CNG) પાઈપો દ્વારા ઘરોમાં પહોંચતી કુદરતી ગેલ (PNG) પર વેટમાં ઘટાડા અને કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દર વર્ષે મુફત એલપીજી સિલિન્ડર (LPG Cylinder) થી રાજ્ય સરકાર પર 1,650 કરોડ રૂપિયાનો બોજો આવશે. રાજ્ય સરકાર તરફથી આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
વેટ 15 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો
શિક્ષણ પ્રધાન અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે સરકારે સીએનજી અને પીએનજી (CNG & PNG) પરના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી ગૃહિણી મહિલાઓ, ઓટો રિક્ષા ચાલકો અને જેઓ સીએનજીથી ચાલતા વાહનોનો ઉપયોગ કરે છે તેમને મદદ મળશે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં સીએનજી રસોડામાં ઉપયોગમાં લેવાતા પીએનજી પર વેટ 15 ટકા લાગતો હતો. આ ફેરફાર બાદ હવે વેટ ઘટીને 5 ટકા થઈ ગયો છે.
તેમણે જણાવ્યું કે તેનાથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 6 રૂપિયા અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘન મીટરનો ઘટાડો આવશે. જેના કારણે આવનારા સમયમાં લોકોના બિલમાં મોટો તફાવત જોવા મળશે.
PM કિસાન યોજનાનો 12મો હપ્તો મળ્યો
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi) ના લાભાર્થીઓને સોમવારે સારા સમાચાર મળ્યા છે. ગતરોજ PM મોદી 11 કરોડથી વધુ ખેડૂતોના એકાઉન્ટમાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ રૂપિયા લાભાર્થીઓને પીએમ કિસાનના 12મા હપ્તાના રૂપમાં આપ્યા છે. આ દરમિયાન વડાપ્રધાને દેશભરમાં 600 પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની શરૂઆત કરી છે. આ વખતે પાત્રતા ધરાવતા ખેડૂતોને 12મા હપ્તા માટે લાંબો સમય રાહ જોવી પડી છે. લગભગ સાડા ચાર મહિના પહેલા 31 મેના રોજ ખેડૂતોને 11મો હપ્તો મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.