કંટ્રોલ રુમને જાણ થતા માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે દેસાઈ પોલીસ સ્ટાફ સાથે અહીં પહોંચ્યા હતા. તેમને સ્ટેજ પર જઈને આ કાર્યક્રમ બંઘ કરવા કહ્યું.
News Detail
શહેરના માંજલપુર વિસ્તારમાં સરસ્વતી ચાર રસ્તા પાસે ભાજપના વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલે ડાયરાનું અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમના કારણે એક બાજુનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે અહીં ભારે ટ્રાફિક રહેતો હતો. ટ્રાફીક સર્જાવાને લઈને કંટ્રોલ રુમને જાણ થતા માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે દેસાઈ પોલીસ સ્ટાફ સાથે અહીં પહોંચ્યા હતા. તેમને સ્ટેજ પર જઈને આ કાર્યક્રમ બંઘ કરવા તેમજ પરમિશન ના હોવાથી બધાને ઘરે જવા માટે કહ્યું હતું. આ કાર્યક્રમના કારણે પીઆઈએ વિરુદ્ધ આ કાર્યવાહી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
માંજલપુરના પીઆઈ વી.કે. દેસાઈએ કોર્પોરેટર કલ્પેશ પટેલને ત્યાં જઈને મળ્યા હતા અને કાર્યક્રમની મંજૂરી માટેનો લેટર પણ માંગ્યો હતો. જો કે, તેમની પાસે કાર્યક્રમની મંજૂરીનો આ પત્ર નહોતો. આથી પોલીસે આ કાર્યક્રમ બંધ કરાવ્યો હોવાની પણ ચર્ચા છે.
જે રીતે કાર્યવાહી કરાઈ હતી તેની પોલીસ કમિશનર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી હોવાની ચર્ચા છે. કાર્યવાહી થવી જતી હતી તે વિલંબથી થઈ હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જેથી આ મામલે વિશેષ શાખામાં પીઆઈની હાલ બદલી કરાઈ છે. તેમના સ્થાને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વીઆર ખેરને માંજલપુરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. અતિશયોક્તિ પૂર્ણ રીતે આ કાર્યવાહીને ગણવામાં આવી રહી છે. કેટલાક હોદ્દેદારો દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મામલે ફરીયાદો મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.