ગોંડલથી રાજકોટ આવતું હલકી ગુણવત્તા વાળું દૂધ પકડી પાડતી મનપાની ફૂડ શાખા: ૫૦૦ લીટર દૂધનો કરાયો નાશ

ફૂડ વિભાગને મળેલ બાતમીના આધારે મનપા દ્વારા ગોંડલથી રાજકોટ આવતું ભેળસેળ વાળું દૂધ પકડી પડી ૫૦૦ લીટર દૂધનો નાશ કરાયો

News Detail

રાજકોટમાં હાલ તહેવારનો માહોલ છે. લોકો દિવાળીની ધૂમ ધામથી તૈયારી કરી રહ્યા છે ત્યારે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી પૈસા કમાવા અખાદ્ય અને હલકી ગુણવત્તા વાળા ખાદ્ય પદાર્થો વહેંચે છે જેથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે. લોકોનું સ્વાસ્થ્ય જોખમાય નહિ તે હેતુથી રાજકોટ મનપાનો ફૂડ વિભાગ વેપારીને ત્યચેકિંગ હાથ ધરે છે. મનપાના ફૂડ વિભાગને મળેલ બાતમીના આધારે મનપા દ્વારા ગોંડલથી રાજકોટ આવતું ભેળસેળ વાળું દૂધ પકડી પડી ૫૦૦ લીટર દૂધનો નાશ કરાયો હતો. રાજકોટ શહેર હલકી ગુણવત્તાવાળો દુધનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની માહિતી મળતા ડીએમસી આશિષ કુમાર અને ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એન.પંચાલના માર્ગદર્શક હેઠળ આજે સવારે કોઠારીયા રોડ પર રમેશભાઇ વેલજીભાઇ સાટોડીયાની માલીકીની બોલરો ગાડી નં.જીજે-14 એક્સ-9071માં તપાસ કરવામાં આવી હતી. આ શખ્સ દ્વારા રાજકોટની અલગ-અલગ ડેરીઓ અને દુધના ફેરીયાઓને દુધનું વેંચાણ કરવામાં આવતું હોવાની તેને કબૂલાત કરી હતી. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન દ્વારા સ્થળ પર દુધની પ્રાથમિક તપાસ કરવામાં આવતા દુધમાં પાણી અને ફોરેન ફેટની ભેળસેળ કરવામાં આવી હોવાનું જાણ થતાં ગાડીના ટેન્કમાં રહેલું 500 લીટર દુધનો નાશ કરવામાં આવ્યું હતું. સાથોસાથ રમેશ સાટોડીયાએ એવી કબૂલાત પણ કરી હતી કે તેના દ્વારા દુધમાં ભેળસેળ કરવામાં આવે છે. 500 લીટર દુધના જથ્થાનો નાશ કરાયા બાદ મિક્સ દુધનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો જ્યારે કુવાડવા રોડ પણ ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્થળ પર 15 નમૂનાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું અને 6 પેઢીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.