દિવાળીનો તહેવાર હોય ત્યારે જ GSRTCની એપ્લિકેશન ઠપ થતા હજરો મુસાફરોને ના છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડશે
News Detail
ગઈકાલ રાતથી જ GSRTCની આ એપ્લિકેશન ઠપ થઇ ગઈ છે અને કોઈપણ રૂટની બસોનુ બુકીંગ થઇ શકતું નથી. તહેવારો ટાણે જ આવી રીતે GSRTCની એપ્લિકેશન ઠપ થઇ જાય અને ઉપરથી બસો પણ હાઉસફુલ છે તેવામાં મુસાફરો માટે દિવાળીમાં પોતાના વતન તરફ જવા માટે ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત રાજ્યની નિગમનના ટોલ ફ્રી નંબર પર કોલ લાગતો નથી અને અમદવાદ તેમજ અન્ય વિભાગના નંબર પર ફોન કોઈ રિસીવ કરતુ નથી. ગુજરાત સરકાર દ્વારા મુસાફરોની સગવડતા પ્રમાણે બસો દોડાવવામાં આવે છે જયારે આવી રીતે ઓનલાઇન બુકીંગની એપ્લિકેશન જ બંધ થઇ જાય તે કેટલું વ્યાજબી છે. ગુજરાત સરકાર પરિવહન માટે ના મોટા દાવા કરી રહી છે જો કે આ દાવા આજે પોકળ સાબિત થયા છે.
એક તરફ ગુજરાતમાં દિવાળીનું ખુબ જ મહત્વ હોય છે ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા તરફથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે ઘસારો રહેતો હોય છે તેવામાં મુસાફરો STની બસોમાં બુકીંગ કરાવતા હોય છે જો કે ગઈકાલથી જ GSRTCની એપ્લિકેશન પર બુકીંગ ઠપ થઇ ગયું હતું અને આજે સવારે પણ ચાલુ થયું ન હતું. ગુજરાત ST તહેવારોમાં સમય કરતા બે થી ત્રણ કલાક બસો મોડી હોય છે ત્યારે મુસાફરો રઝળી પડે છે જયારે હવે બે દિવસથી GSRTCની એપ્લિકેશન બંધ છે તેવામાં ફરી એક વખત મુસાફરો માટે હેરાનગતિ થઇ પડી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.