અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે કંપની 3,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
News Detail
આવતા વર્ષથી શરૂ થઈ જશે નિર્માણ
તેમણે જણાવ્યું કે કોચી (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે. તેનાથી રાજ્યમાં ડાયરેક્ટલી 6,000 લોકોને અને ઈનડાયરેક્ટલી 12,000થી વધુ લોકોને રોજગારી મળશે. નંદકુમારે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના નિર્માણ માટે જમીન સંપાદન અંગેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને આવતા વર્ષની શરૂઆતમાં આ મેગા શોપિંગ મોલનો શિલાન્યાસ કરવામાં આવશે.
300 કરતા વધુ નેશનલ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડ હશે
અમદાવાદના શોપિંગ મોલમાં 300થી વધુ નેશનલ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ હશે. તેમાં 3,000 લોકોની ક્ષમતા સાથે મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટ, બાળકો માટેનું દેશનું સૌથી મોટું મનોરંજન કેન્દ્ર IMAX સાથે 15-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ અને અન્ય ઘણા આકર્ષણો હશે. તાજેતરમાં દુબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યુએઈ રોડ શો દરમિયાન લુલુ ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલનું 3,000 કરોડ રૂપિયાનું રોકાણ તેનું પરિણામ છે.
ઉલ્લેખનીય છે કે લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલનું લખનૌ સ્થિત મોલ આવેલું છે. તે તાજેતરમાં જ ચર્ચામાં આવ્યો હતો. મોલની અંદર કેટલાક લોકોએ નમાઝ પઢતા આ મોલ ચર્ચામાં આવ્યું હતું. તેને લઈ હિંદુવાદી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલામાં પોલીસે ફરિયાદ પણ નોંધી હતી અને આ પ્રવૃત્તિમાં સામેલ લોકોની ધરપકડ કરી પૂછપરછ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.