મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. જેના લીધે સામાન્ય પરિવારના ઘરનું બજેટ રફેદફે થઇ ગયું છે. છેલ્લા બે વર્ષ લોકો માટે કપરા સાબિત થયા છે. વેપાર-ધંધા કે નોકરી સહિતના વ્યવસાય પર અસર પહોંચી છે. બે વર્ષ બાદ હવે દિવાળીનો માહોલ જામ્યો છે. નવરાત્રિનો તહેવાર પણ લોકોએ ઉત્સાહ સાથે ઉજવણી કરી છે. આ વર્ષે વેપારીઓને પણ બજારમાં સારા ધંધાની આશા છે. કારણ કે છેલ્લા બે વર્ષ દરમિયાન વ્યવસાયમાં વેપારીઓને મોટી અસર થઇ છે. તો હવે બે વર્ષ બાદની દિવાળી એટલે કે ચાલુ વર્ષે દિવાળી પર લોકો ખરીદી કરવા બજારમાં નિકળશે અને વધુને વધુ સ્થાનીક કક્ષાએથી જ લોકો ખરીદી કરે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
News Detail
મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. જેના લીધે સામાન્ય પરિવારના ઘરનું બજેટ રફેદફે થઇ ગયું છે. છેલ્લા બે વર્ષ લોકો માટે કપરા સાબિત થયા છે. વેપાર-ધંધા કે નોકરી સહિતના વ્યવસાય પર અસર પહોંચી છે. બે વર્ષ બાદ હવે દિવાળીનો માહોલ જામ્યો છે. નવરાત્રિનો તહેવાર પણ લોકોએ ઉત્સાહ સાથે ઉજવણી કરી છે. આ વર્ષે વેપારીઓને પણ બજારમાં સારા ધંધાની આશા છે. કારણ કે છેલ્લા બે વર્ષ દરમિયાન વ્યવસાયમાં વેપારીઓને મોટી અસર થઇ છે. તો હવે બે વર્ષ બાદની દિવાળી એટલે કે ચાલુ વર્ષે દિવાળી પર લોકો ખરીદી કરવા બજારમાં નિકળશે અને વધુને વધુ સ્થાનીક કક્ષાએથી જ લોકો ખરીદી કરે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. આ વર્ષે ઘણી બધી વસ્તુઓમાં ભાવ વધારો નોંધાયો છે. પરંતુ ઇલેક્ટોનીક્સ આઇટમ કે જે દિવાળીના તહેવાર દરમિયાન વધુ વેંચાય છે અને આ વર્ષે ખરા અર્થમાં નાગરીકોને ઇલેકટ્રોનીક્સ આઇટમોની ખરીદીમાં ફાયદો થાય તેમ છે. પોરબંદરના નટરાજ ઇલેક્ટ્રોનીક્સ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષની સરખામણીમાં ટેલીવિઝન (ટીવી)ની વેરાયટીમાં ૩૦ થી ૩પ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત અન્ય ઇલેકટ્રોનિક્સ આઇટમમાં કોઇ ખાસ ભાવ વધારો જોવા મળતો નથી તેવું જણાવ્યું હતું. એકંદરે ટીવી, ફ્રીઝ, એસી, વોશીંગ મશીન જેવી વિવિધ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સની ખરીદી માટે લોકો સ્થાનીક બજારોમાં રહીને ખરીદી કરે જેથી પોરબંદરની આર્થિક સ્થિતી સુધરી શકે. આજના આધુનીક યુગમાં લોકો ઓનલાઇન ખરીદીમાં વધુ રસ ધરાવે છે. ઓનલાઇન અને સ્થાનીક બજારની ઇલેકટ્રોનિક્સ આઇટમોની સરખામણીમાં એવું જાણવા મળ્યું છે ઓનલાઇન કરતા સ્થાનીક બજારમાં પાંચ થી સાત ટકા ઓછા ભાવે વેંચાણ થાય છે. ઉપરાંત વિવિધ વેરાયટીમાં અપાતી ગેરંટી પણ વધુ અપાય છે. જેથી લોકો ઓનલાઇન કરતા ઓફ લાઇન ઇલેકટ્રોનિક્સ આઇટમની ખરીદી કરે તેવો વેપારીએ સુર વ્યક્ત કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.