પિતા આશિષભાઈ દલવાડીએ નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેનને આ અંગેની રજૂઆત કરી અને શહેરમાં રખડતા ભટકતા ઢોર અંગેની કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી છે.
News Detail
સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારે અભ્યાસ માટે જતી વિદ્યાર્થિનીને અચાનક જ બે આખલાઓ ધ્રાંગધ્રા ખાતે લડાઈએ ચડ્યા હતા. અને અસંખ્ય વાહનો નેપણ લડાઈમાં અડફેટે લીધા હતા.
….ત્યારે આ વિદ્યાર્થિનીને પણ અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેને તાત્કાલિક અસરે સારવાર માટે ધ્રાંગધ્રા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અને તાકીદે સારવાર શરૂ કરવામાં આવી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પ્રાથમિક શાળા નંબર-7માં ધોરણ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી સતવારા સમાજની દીકરી સાથે આ શાળામાં 300થી વધુ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે.ત્યારે શાળાની બહાર બે આખલાઓ યુદ્ધે ચડતા વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. તેને સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવી છે. ત્યારે તેના પિતા આશિષભાઈ દલવાડીએ નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેનને આ અંગેની રજૂઆત કરી અને શહેરમાં રખડતા ભટકતા ઢોર અંગેની કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે ત્યારે ફરી એક બાળકીને અડફટે લેતાં ઈજાઓ પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.