પલસાણા તાલુકાનાં એક ગામની વિધવા મહિલાને બે ઇસમોએ પોલીસની ઓળખ આપી જબરજસ્તી કારમાં બેસાડી જઇ સૂમસામ જગ્યા પર વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે બે ઇસમો વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
News Detail
બારડોલી: પલસાણા તાલુકાનાં એક ગામની વિધવા મહિલાને બે ઇસમોએ પોલીસની ઓળખ આપી જબરજસ્તી કારમાં બેસાડી જઇ સૂમસામ જગ્યા પર વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે બે ઇસમો વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી. અંતર્ગત આવતા એક ગામની મહિલાના પતિ અને પુત્રનું અવસાન થતાં તે હાલ પોતાની પુત્રી સાથે રહે છે અને મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજે 6 વાગ્યે તેણીના મોબાઇલ ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો તેણે તેનું નામ કલ્પેશ પટેલ જણાવ્યુ હતું. તે મહિલા સાથે પોતે તેણે ઓળખતો હોવાનું જણાવી વાત કરવા લાગ્યો હતો. પરંતુ મહિલાએ ફોન કટ કરી દીધો હતો. થોડીવાર બાદ મહિલા દુકાને ગઈ ત્યારે પાછો ફોન આવતા સામે વાળી વ્યક્તિએ પોલીસવાળા તરીકે ઓળખ આપી હતી અને “તારા ઘરમાં તું અને તારી છોકરી બંને એકલા રહો છો અને તું ધંધો કરે છે તેની મને ખબર છે” એમ કહી એડ કરવાની ધમકી આપી હતી અને ફળિયાઇ સામેના રોડ પર બોલાવી હતી. ગભરાઇ ગયેલી મહિલા રોડ આવી હતી અને રાત્રિના સવા આઠેક વાગ્યે એક કાર આવીને ઊભી રહી હતી. જેમાં ડ્રાઇવર તેમજ તેમજ બાજુમાં એક માણસ બેસેલ હતો.
કાર ચાલકે પોતે પોલીસ કલ્પેશ પટેલ અને બાજુમાં બેસેલ ઈસમ મનીષ એલસીબી વાળા હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી હતી અને કારમાં બેસી જવા માટે જબરજસ્તી કરવા લાગ્યા હતા. મહિલા અનિચ્છાએ કારમાં બેસી ગઈ હતી અને કાર ચાલક નહેર વાળા રસ્તે હંકારી જઈ સૂમસામ રસ્તા પર ઊભી રાખી હતી. મહિલાએ પોલીસ સ્ટેશનની જગ્યાએ અહી કેમ લાવ્યા તેઓ સવાલ કરતાં બંને શખ્સોએ ચૂપચાપ બેસી રહેવા જણાવ્યુ હતુ. ત્યારબાદ કાર ચલથાણથી ખુમાનસિંહની વાડી તરફ સૂમસામ રસ્તે ઊભી રાખી કાર ચાલક મહિલાની બાજુમાં બેસી ગયો હતો અને અન્ય ઈસમ બહાર ઉતરી ગયો હતો. કાર ચાલકે શારીરિક અડપલાં કરતાં મહિલાએ પ્રતિકાર કર્યો હતો. પરંતુ તે નરાધમે મહિલાને બે તમાચા મારી દીધા હતા અને તેણી સાથે જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ બીજા ઇસમે પણ કારમાં આવી તેણી સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બંને જણા મહિલાને તેના ઘર નજીક છોડીને જતાં રહ્યા હતા. ગભરાયેલી મહિલાએ તેના ઓળખીતાને આ બાબતે જાણ કરતા આ અંગે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યુ હતું. આથી મહિલાએ બંને શખ્સો વિરુદ્ધ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે બંને સામે સામૂહિક બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.