છેલ્લા ૨૪ કલાકમાં પોરબંદર જીલ્લામાં પ્રોહિબિશનના ૧૪ કેસ નોંધાયા છે. જેમાં સી-વિજ્ઞી રૂ કબ્જે કરવા ઉપરાંત પોલીસે પીધેલીયાઓ સામે પણ કાર્યવાહી કરી હતી. પોરબંદર શહેર અને જીલ્લામાં દેશીદારૂની બદી વધી છે ત્યારે પોલીસે દારૂના ધંધાર્થીઓ સામેની ઝુંબેશને આગળ વધારીને અનેક શખ્સોને પકડી લીધા હતા. જેમાં શહીદ્યોક પોલીસ ચોકી પાસે રહેતા સંદીપ ગોવિંદ. લોઢારી,ખારવાવાડ નવાપાડાના જીજ્ઞેશ અશોક જંગી, સુભાષનગરના ભરત સામજી સોલંકીને એક–એક લિટર aરૂ સાથે પોલીસે પકડી લીધા હતા.તે ઉપરાંત છાંયાના મારૂતિ પાન પાસે રહેતા મુરૂ બોઘા ભૂતિયા,સ્વામીનારાયણ ગુરુકુળ પાછળ રહેતા ભરત મેરૂ,ઓડેદરા અને એરપોર્ટ સામે વૃજભવન સોસાયટીમાં રહેતા વૈયદે પરબત બાપોદરાને આ ત્રણ શખ્સોને ૬૦ રૂપિયાના aરૂ સાથે છાંયા રઘુવંશી સોસાયટીના ચાર રસ્તેથી પકડી પાડ્યા હતા.તે ઉપરાંત રતનપર રોડ પર મારૂતિ નગરમાં રહેતા માલદે.લાખાઓડેદરાને ૧૦૦૦ રૂપિયાની ૫૦ કોથળી દારૂ સાથે મારૂતિનગર નજીક ભોય સોસાયટીના ગેટ પાસેથી પકડી પાડ્યા બાદ પૂછપરછ કરવામાં આવતા આ ઘરૂ તેને ઓડદરના વિનય ઉર્ફે વિજય જીવા ચાંચીયાએ પૂરો પાડ્યાની બુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો દાખલ કર્યો છે.
News Detail
નશાખોર બાઈક્વાલક ઝડપાયો
છાંયા સ્વામીનારાયણ ગુરુકુળ પાછળ રહેતો વિનોદ રણમલ પરમાર પીધેલી હાલતમાં બાઈક લઇ છાંયાના એસ.એસ.સી રોડ પરથી નીકળ્યો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. તે ઉપરાંત ચાર શખ્સોને અલગ-અલગ જગ્યાએથી પીધેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યા છે.
વાઘેશ્વરી પ્લોટમાં કારમાંથી ૨૬ બોટલ વિદેશી પર કબ્જે 83
પોરબંદરના લોકલ ક્રાઈમ બ્રાંચના જવાનોને એવી બાતમી મળી હતી કે જૂરીબગ શેરીનં-૫ માં રહેતા વિવેક વ્રજ જંગીએ વાઘેશ્વરી પ્લોટમાં રોયલ પેલેસ એપાર્ટમેન્ટની સામેની ગલીમાં પોતાની કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યો છે.જેથી પોલીસે ત્યાં તપાસ કરતા લોક કરેલી કાર મળી આવી હતી.આથી વિવેકને મોબાઈલ ઉપર ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો.આથી વિવેકના ભાઈ નીતિનને ફોન કરીને કારની ચાવી લઇ સ્થળ ઉપર આવવા જણાવાયું હતું.આથી તે કારની ચાવી લઈને આવી પહોચ્યો હતો અને લોક ખોલતા કારમાં પાછળની સીટમાં ચોરખાનું મળી આવ્યું હતું.તેમાં તલાશી લેતા વિદેશી દારૂની ૨૬ બોટલ કબ્જે કરવામાં આવી હતી.લાખની કાર અને ૮૪૦૦ નો ઘરૂ જપ્ત કર્યા બાદ પોલીસે નીતિનની પૂછપરછ કરતા તેણે એવું જણાવ્યું હતું કે તેના પિતા મજીભાઈ જંગી બિમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ છે અને પોતાનો ભાઈ વિવેક ક્યાં છે તેની ખબર નથી.આથી પોલીસે તેને જવા દીધો હતો અને કારમાં દારૂ રાખનાર વિવેક જંગીની શોધખોળ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.