એક જુની કહેવત છે, ‘ઉલટા ચોર કોતવાલ કો દાટે’ આ કહેવત સાચી ઠરી છે. શહેરના વાડજ પોલીસ મથકમાં કે જ્યાં બુટલેગરની દારૂ સાથે ધરપકડ કર્યા બાદ પોલીસ મથકમાં પોલીસને જ રિવોલ્વર વડે ઢાળી દેવાની ધમકી આપતો હતો. જે અંગે પોલીસે વધુ એક ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. જોકે આરોપી સામે પહેલાથી 17 જેટલા ગુના નોઁધાયેલા છે. ત્યારે આવા અઠંગ આરોપીને પોલીસ કેવી રીતે રોકે છે તે જોવુ મહત્વનુ છે,
શહેરના વાડજ પોલીસ મથકની કસ્ટડીમા રહેલા આરોપીનુ નામ છે. ઉમેશ બચાણી (સિંઘી) કે જે ઉદ્ધવનગર ટેકરા ખાતે રહે છે. અને ત્યાં પોતાના ઘરની બહાર બેસીને જાહેરમા દારૂ પિતો હતો માટે, વાડજ પોલીસે એક બોટલ દારૂ સાથે તેની ધપરકડ કરી, પરંતુ જ્યારે આરોપીને પોલીસ મથકે લાવવામાં આવ્યો ત્યારે તેણે પોલીસ પર આરોપ લગાવવાના શરૂ કર્યા અને પોલીસની કામગીરીમાં રૂકાવટ ઉભી કરી માટે પોલીસે તેની વિરુધ્ધમાં વધુ એક ગુનો નોઁધવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. પોલીસે જ્યારે આરોપીનો ગુનાઈત ઈતિહાસ તપાસ્યો ત્યારે સામે આવ્યુ કે આરોપી સામે અગાઉ પણ 17 જેટલા ગુના નોંધાયા છે, તેમ છતા આરોપીનો આતંક ઓછો થતો નથી ઉપરાંત આરોપી અવાર નવાર પોલીસ સામે પણ આક્ષેપો કરતો હોવાથી પોલીસ પણ તેનાથી સાચવીને કામ કરે છે.
જો આરોપીએ પોલીસ મથકે મચાવેલી બબાલની વાત કરીએ તો આરોપી તમામ પોલીસને ધમકી આપતો હતો. પોલીસને ધમકી આપતો હતો કે, જ્યારે તમે એકલા હશો ત્યારે હુમલો કરીને મારી નાખીશ. આટલુ બોલીને પણ આરોપી ન અટક્યો અને પોલીસ અધિકારીને કહેવા લાગ્યો કે લાવ તારી પિસ્તોલ આ બેને પાડી દઉ. તારી પાસે બંદુક છે પરંતુ હિમ્મત નથી. ઉપરાંત માથા ભારે આરોપીએ પોલીસને બિભત્સ ગાળો દીધી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે આરોપી ઉમેશ સામે વધુ એક ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.