વેલ્યુ પીટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4 સ્ટાર્ટ અપ્સને તેમના આઈડિયા પીચ કરવા માટે 50 ઇન્વેસ્ટર્સ સાથે મીટ કરાઈ….

4 સ્ટાર્ટ અપ્સ દ્વારા 50 વિવિધ મોટા જાણીતા ઈન્વેસ્ટર્સ સામે તેમના આઇડિયા પીચ કર્યા હતા. વેલ્યુ પીટ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ વિવિધ સ્ટાર્ટ અપ્સને મેન્ટરશીપ, સ્ટાર્ટઅપ ફન્ડિંગ અને એન્જલ ઇન્વેસ્ટિંગની વ્યવસ્થા પુરી પાડે છે.

News Detail

Value Pit વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સેકન્ડ ઇન્વેસ્ટર મીટનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદની ક્રાઉન પ્લાઝા હોટેલ ખાતે યોજવામાં આવેલ ઇન્વેસ્ટર્સ મીટમાં 4 સ્ટાર્ટ અપ્સ દ્વારા તેમના આઈડિયા પીચ કરવામાં આવ્યા હતા. આ 4 સ્ટાર્ટ અપ્સ દ્વારા 50 વિવિધ મોટા જાણીતા ઈન્વેસ્ટર્સ સામે તેમના આઇડિયા પીચ કર્યા હતા. વેલ્યુ પીટ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ વિવિધ સ્ટાર્ટ અપ્સને મેન્ટરશીપ, સ્ટાર્ટઅપ ફન્ડિંગ અને એન્જલ ઇન્વેસ્ટિંગની વ્યવસ્થા પુરી પાડે છે.
અમદાવાદ જ્યારે હાલ સ્ટાર્ટ અપ્સ માટે એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડતું શહેર બની રહ્યું છે. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ગુજરાત બીજા નંબરે આવે છે પણ સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટમાં હજુ ગુજરાત ટોપ 5માં પણ નથી આવતું. ત્યારે Value Pit વેન્ચર પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય હેતુ અમદાવાદમાં સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે. તેમજ Value Pit વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ એવા સ્ટાર્ટ અપ્સ પર વધારે ફોકસ કરી રહ્યું છે જે 100% મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ હોય. તેના થકી વેલ્યુ પીટ પ્રાઇવેટ લિમિટેડ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટને વધુ પ્રમોટ કરવાનો પ્રયાસ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.