ઋષભ શેટ્ટીની ફિલ્મ કંતારા સામે કોર્ટમાં મોટી કાર્યવાહી, આ ગીત પર મુકાયો પ્રતિબંધ

ઋષભ શેટ્ટીની ફિલ્મ કંતારા સામે કોર્ટમાં મોટી કાર્યવાહી, આ ગીત પર મુકાયો પ્રતિબંધ કેરળના કોઝીકોડ ટ્રાયલ કોર્ટે ઋષભ શેટ્ટી અભિનીત ફિલ્મ કંતારાના નિર્માતાઓને તમામ પ્લેટફોર્મ પર ‘વરાહ રૂપમ’ ગીતનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. થક્કુડમ બ્રિજે તેના ગીત ‘નવરસમ’ના કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવતા કંતારાના નિર્માતાઓ સામે કોપીરાઈટ દાવો દાખલ કર્યા બાદ કોર્ટનો આદેશ આવ્યો છે. જુઓ શું છે કંટારા સાથે જાડાયેલો વિવાદપ કેરળની એક સ્થાનિક અદાલતે શુક્રવારે ઋષભ શેટ્ટીની ફિલ્મ “કંતારા” ના નિર્માતાઓને ફિલ્મમાં “વરાહ રૂપમ” ગીત વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્યના કોઝિકોડ જિલ્લાની અદાલત દ્વારા પસાર કરાયેલા આદેશ અનુસાર, નિર્માતા કેરળના લોકપ્રિય મ્યુઝિક બેન્ડ થક્કુડમ બ્રિજની પરવાનગી લીધા વિના ગીત વગાડી શકતા નથી. કન્નડ ફિલ્મ ‘કાંતારા’ના નિર્માતાઓ સામે થક્કુડમ બ્રિજ દ્વારા કોપીરાઈટ ઉલ્લંઘનનો દાવો દાખલ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતાઓ પર સંગીત જૂથ દ્વારા તેમના ગીત ‘નવરસમ’ના કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. થક્કુડમ બ્રિજે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં જણાવ્યું છે કે પ્રિÂન્સપલ ડિÂસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ જજ, કોઝિકોડે બેન્ડ દ્વારા ‘કંટારા’ના નિર્માતાઓ વિરુદ્ધ તેમના ગીત ‘નવરસમ’ના કથિત કાપિરાઇટ ઉલ્લંઘન માટે ફરિયાદ દાખલ કરી છે. મ્યુઝિક બેન્ડની પોસ્ટમાં વધુમાં જણાવાયું છે કે કોર્ટે નિર્દેશકો, નિર્માતાઓ, મ્યુઝિક કંપોઝર્સ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જેવા કે યુટ્યુબ, એમેઝોન, વિંક મ્યુઝિક, સ્પોટાઈફ, જિયોસાવન અને અન્યને બેન્ડની પરવાનગી વિના ‘વરાહ રૂપમ’ વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ૩૦ સપ્ટેમ્બરે થિયેટરોમાં ‘કંતારા’ રિલીઝ થયા પછી તરત જ, ફિલ્મ અને તેના સંગીતકાર બી અજનેશ લોકનાથને તેના એક ગીત માટે કાપિરાઇટ ઉલ્લંઘનના આરોપોનો સામનો કરવો પડ્યો.

થક્કુડમ બ્રિજ અનુસાર, કંતારાનું ગીત ‘વરાહ રૂપમ’ પાંચ વર્ષ પહેલાં રિલીઝ થયેલા બેન્ડના ગીત ‘નવરસમ’ની નકલ છે. બેન્ડે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફિલ્મ ‘કંતારા’ સામે કાનૂની કાર્યવાહી કરશે. થક્કુડમ બ્રિજની પોસ્ટ અનુસાર, “ઓડિયો જણાવે છે કે “નવરસમ” અને “વરાહ રૂપમ” વચ્ચે ઘણી સમાનતાઓ છે જે કોપીરાઈટ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. બેન્ડે જણાવ્યું કે ઇન્સ્પાયર અને કલ્ચરલ થેફ્ટ વચ્ચેનો કાયદો વિઝનથી ખૂબ જ સ્પષ્ટ છે. તેથી અમે આ માટે જવાબદાર ક્રિએટિવ ટીમ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરીશું.” દરમિયાન, ઋષભ શેટ્ટી દ્વારા નિર્દેિશત અને લિખિત ‘કંતારા’એ સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. ૨૦૦ કરોડનો આંકડો પાર કર્યો હતો. શેટ્ટી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. કન્નડમાં બમ્પર સફળતા બાદ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ છે. રજનીકાંત, ધનુષ, દુલકર સલમાન અને કંગના રનૌત સહિતના ઘણા કલાકારોએ ફિલ્મ અને તેના નિર્માતાઓની પ્રશંસા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.