વિક્રમ સંવત 2076, કારતક સુદ પૂનમ, મંગળવાર. કાર્તિકી વ્રતની- ત્રિપુરારિ પૂર્ણિમા, સિદ્ધપુર-સોમનાથ- વૌઠા-પુષ્કરનો મેળો, ડાકોર રણછોડરાયનો ઉત્સવ મેષ અકારણ રહેતા તણાવ અને અજંપાથી બહાર આવી શકશો. પ્રયત્ન ફળદાયી બને. વૃષભ આપની ધીરજ અને સંયમ આપને પ્રગતિના પંથે દોરી જશે. વિઘ્ન હટતાં લાગે.
મિથુન ‘રાત ભર કા મહેમાં હૈ અંધેરા’ એ ઉક્તિ સાચી પડતી લાગે. વિવાદ ટાળજો. કર્ક આપની માનસિક કે ભાવનાત્મક સમસ્યાને હલ કરવાનો રસ્તો જણાય. આર્િથક બાબત પર લક્ષ જરૃરી.
સિંહ ‘એકલો જાને રે’ એ ઉક્તિને અનુસરવાથી સફળતા, સુખ અને હર્ષ પ્રાપ્ત થઈ શકશે. કન્યા દુઃખી થવાની કોઇ જરૃર નહીં લાગે, કેમ કે સુખની આલબેલ સંભળાતી જણાય. તુલા આપની સૂઝ-સમજથી પ્રવૃત્તિઓને વેગ આપી શકશો. લક્ષ ચૂકી ન જવાય તે જોજો. વૃશ્ચિક આપના ધાર્યાં કામકાજો આડે જણાતાં અવરોધોને પાર કરવાની શક્તિ પ્રાપ્ત થતી જણાય.
ધન ખોટાં પગલાં કે ખોટી ભૂલચૂક ન થઈ જાય તે જોજો. આર્થિક સમસ્યાનો ઉકેલ મળે. મકર ચિંતાઓના પહાડ રચવાનું છોડી હકારાત્મક પ્રવૃત્તિઓ તરફ વધવાથી સુખ અનુભવી શકશો. કુંભ લોભ-લાલચમાં પડયા વિના કર્મ પર ભરોસો આપને ફળદાયી લાગશે. મીન આપની અપેક્ષાઓને મહત્વ આપવા કરતાં જે મળે છે તે સ્વીકારવું ઇષ્ટ ગણાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.