મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના બાદ AMCનો મહત્વનો નિર્ણય, અટલ બ્રિજ માટે આ નિર્ણય લીધો

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના બાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય છે. હવેથી અમદાવાદમાં અટલ બ્રિજ માટે પણ મુલાકાતીઓની સંખ્યા મર્યાદીત કરવામાં આવી. 3 હજાર મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

મોરબીમાં હોનારત જે ઝૂલતા બ્રિજને લઈને બની તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમ કે, અત્યાર સુધીમાં 133 લોકોના મોત ઝૂલતા બ્રિજ પરથી પડી જવાથી થયા છે. મોરબીમાં ઓવરલોડીંગના કારણે આ બ્રિજ તૂટી ગયો હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે અમદાવાદનો અટલ બ્રિજ પણ સાબરમતી નદી પર પાણીની ઉપર બાંધવામાં આવ્યો છે.

ત્યારે 12 બહજારથી વધુ ક્ષમતા આ બ્રિજથી છે પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાએ નિર્ણય કર્યો છે કે,  પ્રતિ કલાક 3 હજારને જ એક સાથે પ્રવેશ આપવામાં આવશે. એએમસીએ મર્યાદિત સંખ્યા કરી દીધી છે.
અટલ બ્રિજ પર સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા અને 133 લોકોનું પ્રાણપંખેરું વિખાઈ ગયું. મોરબીના પુલને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જેની સામે ચોક્કસથી એન્જિીનિયરીંગ કન્સ્ટ્રક્શન અટલ બ્રિજનું ઉમદા પ્રકારનું છે. પરંતુ સંખ્યા પર તો નિયંત્રણ હોવું જરૂરી છે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્યારે રાજ્યમાં રજાઓનો માહોલ છે આ માહોલની અંદર અટલ બ્રિજ પર પણ ભીડ જોવા મળી રહી છે. આ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતે યોગ્ય નિર્ણય લઈને ચોક્કસ સંખ્યા પ્રતિ કલાકની 3000 નક્કી કરી છે.

બ્રિજ જ્યારે બને છે ત્યારે તેના કન્સ્ટ્ર્ક્શનની તમામ ખરાઈઓ કરવામાં આવતી હોય છે. ત્યારે મોરબીના બ્રિજના કન્સ્ટ્રક્શનને લઈને ખરાઈ બાકી હોવાની પણ વિગતો સામે આવી રહી છે. ત્યારે આ બ્રિજ ચોક્કસથી ઉમદા અને સારા એવા એન્જિનિયરીંગ વર્કથી બન્યો છે પરંતુ  ઘટનાઓ બનતી હોય છે તે આકસ્મિક બનતી હોય છે. જેથી સંખ્યાના નિયંત્રણને લઈને આ નિર્ણય લીધો હોવાનું સામે આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.