ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે વિભાગનો ઓવરહેડ કેબલ વાયર તૂટી પડતા કલાકો સુધી ટ્રેન વ્યવહાર ખોળવાયો

ભરૂચ – અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો,કલાકો સુધી ચાલ્યું સમારકામ

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી સાંજે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે વિભાગ નો ઑવરહેડ કેબલ અચાનક તૂટી પડતા રેલ વ્યવહાર ઉપર તેની સીધી અસર પડી હતી,જે બાદ પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગ દ્વારા સમારકામ શરૂ કરાયું હતું, 12989 દાદર-અજમેર એક્સપ્રેસના ગાર્ડે આ ઘટનાની માહિતી આપતા ટેક્નિકલ ટીમ તાબડતોબ એક્શનમાં આવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી,તેમજ અંકલેશ્વર-ભરૂચ સેક્શન વચ્ચે ઓવરહેડ વાયર (OHE) નું રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું,

મોડી સાંજે 19.58 કલાક આસપાસ તૂટી પડેલ ઓવરહેડ વાયર ના રીપેરીંગ માટે ત્રણ કલાક સુધી ટેક્નિકલ ટીમે જહેમત ઉઠાવી હતી,જે બાદ રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં રેલ વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, મહત્વની બાબત છે ઓવરહેડ કેબલ વાયર તૂટવા ના કારણે ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ને ભરૂચ ખાતે રોકાઈ હતી,જ્યાં કેટલાક સમય માટે હજારો મુસાફરોને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો,

અત્રે ઉલ્લેખનીય છે થોડા વખતો પહેલા પણ આજ રીતે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે નો ઓવરહેડ કેબલ વાયર તૂટવા ને પગલે અનેક ટ્રેનો લેટ થઇ હતી,ત્યારે અવારનવાર સર્જાય રહેલ ઘટનાઓ બાદ રેલવે વિભાગે પણ આ રૂટ ઉપર ચોક્કસ નિરાકરણ રૂપી દેખરેખ અથવા રીપેરીંગ કાર્ય નું સતત મોનીટરીંગ કરવું તે જરૂરી જણાઈ રહ્યું છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.